ગુજરાત

gujarat

ETV Bharat / state

નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે રોટા વાઈરસ વેક્સિનેશનનું લોન્ચિંગ - doctors

અમદાવાદઃ આજે 1લી જુલાઇને નેશનલ ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોટા વાઈરસ વેક્સીનનું લોન્ચ કરવામાં આવ્યું હતું

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/01-July-2019/3712366_amdavad-veccination---copy.mp4

By

Published : Jul 1, 2019, 2:48 PM IST

રોટા વાઈરસએ એક ચેપી રોગ છે અને જે તમામ બાળકોને થઈ શકે છે તેના માટેનો એક જ ઈલાજ છે, રોટા વેક્સિન. રોટા વેકસીનેશન પહેલા ફક્ત પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપલ્બધ હતી,જેનો ખર્ચો 1000 રૂપિયાથી પણ વધારે થાય છે, પરંતુ આ ખર્ચો બધા જ લોકોને પોસાય તેમ છે નહીં અને સરખી સારવાર ન મળવાના કારણે બાળમૃત્યુના કેસો પણ વધી રહ્યા હતા જેના લીધે સરકારે મફત રોટા વેકસીનેશન આપવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે બાળમૃત્યુ અટકાવી શકાય છે.

નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે રોટા વાઈરસ વેક્સિનેશનનું લોન્ચિંગ
આ વેક્સિનેશન પણ ટીપા દ્વારા જ આપવામાં આવશે સંશોધન મુજબ 10 થી 15 ટકા જેટલા બાળકો ઝાડા-ઊલટીના લીધે મૃત્યુ પામતા હતા. પરંતુ હવે આ વેકસીનેશનના લીધે આ સંખ્યામાં પણ ઘટાડો થશે. આ ટીપાનો ડોઝ 1.5 મહિનાના, 2.5 મહિનાના અને સાડા 3 મહિનાના બાળકને આપવામાં આવશે.આ કાર્યક્રમમાં રોટા વેક્સિનેશન સિવાય મલેરિયા ,ટીબી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પણ લોકોને માહિતી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details