સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "મહાત્માની પરિક્રમા" ગ્રંથનું લોકાર્પણ
અમદાવાદઃ આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતિની ધુમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતા અને મુખ્ય વક્તા સંજય પ્રસાદની હાજરીમાં 'મહાત્માની પરિક્રમા' ગ્રંથનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
Swaminarayan Gadhi Sansthan
વર્ષ 1915માં મહાત્મા ગાંધીનું હિન્દુ પ્રત્યાગમન યુગ પરિવર્તિક ઘટના છે. ગાંધીજીએ હિંદ દર્શન અને લોક કલ્યાણની ભાવનાથી 34,361 કિલોમીટરની પૂજ્ય ભાવિ પરિક્રમા કરી હતી. જેનું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી વિશ્લેષણ કરી ઈતિહાસ ડોક્ટર રિઝવાન કાદરીએ સર્જન કર્યું હતું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સ્થળ એટલે કે, ભદ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવાની મહત્વની ભૂમિકા ભજવનારા મહાનુભાવોના વંશજો પણ ઉપસ્થિત રહ્યા હતા.