ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ, 22 સેવાનો લાભ ઘરે બેઠા મળશે - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ તબક્કામાં 2 હજાર ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો લાભ અમદાવાદ જિલ્લાના 309 ગામડાઓને મળશે. આ સેવા ગ્રામ સ્થળે ઉપલબ્ધ થવાથી નાગરિકોને તાલુકા સ્થળે કે જિલ્લા સ્થળ સુધી જવાનું કષ્ટ પણ નહીં વેઠવું પડે અને નાગરિક સુવિધાઓ ઝડપી બનશે. આ સુવિધાથી લોકોના સમય અને નાણાંની બચત થશે અને ધક્કામુક્કીથી મુક્તિ મળશે અને સુખાકારીમાં વધારો થશે.

વિરમગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ, 22 સેવાનો લાભ ઘરે બેઠા મળશે
વિરમગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ, 22 સેવાનો લાભ ઘરે બેઠા મળશે

By

Published : Oct 8, 2020, 4:27 PM IST

વિરમગામઃ વિરમગામ ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી સુરભી ગૌતમ, રિટા પટેલ, પૂર્વ ધારાસભ્ય વજુ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રી પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મફા ભરવાડ, વિરમગામ ભાજપના કિરીટસિંહ ગોહિલ, એપીએમસીના લખુભા ચાવડા તેમજ વિરમગામ નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યા તેમ જ કર્મચારી ભાઈઓ બહેનો વગેરે આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીની મહિલાઓએ કઠોળની ટોપલી આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

વિરમગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ, 22 સેવાનો લાભ ઘરે બેઠા મળશે

ભવિષ્યમાં 14 હજાર ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાનો લાભ ઉપલબ્ધ થશે. ગુરુવારના રોજ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ગ્રામ પંચાયત સેવા સેતુ લાઈવ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને અમદાવાદ જિલ્લાના ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.

વિરમગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ, 22 સેવાનો લાભ ઘરે બેઠા મળશે

ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ ગામડા સુધી પહોંચતા લોકોએ હેરાનગતિ વેઠવી નહીં પડે. તેમના સમય અને રૂપિયા બંને બચશે અને ઘરે બેઠા લોકો આ સેવાનો લાભ લઈ શકશે અને સરવાળે લોકોની સુખાકારીમાં વધારો થશે. ડિજિટલ સેવા સેતુ શરૂ થતા લોકોને 22 પ્રકારની સેવાઓનો ઘરે બેઠા લાભ મળશે અને આનાથી લોકોનો સમય અને રૂપિયા બંને બચશે અને સુખાકારીમાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details