અમદાવાદ : અમદાવાદમાં 5 કોર્ટ સાથેની સૌથી મોટી બેડમિન્ટન (Badminton Academy in Ahmedabad) એકેડમી બ્લેક એન્ડ વન દ્વારા શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ કોર્ટ સ્પોર્ટ્સ બેડમિન્ટન સ્પોર્ટ્સને નવી ઊંચાઈએ લઈ જશે. બ્લેક એન્ડ એકેડેમી ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય વાસ્તવ પણ ખાસ ઉપસ્થિત હતા. આની સંકલ્પના ગુજરાત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીતેન્દ્ર યાદવ અને રોમિત અરોરા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
18 ફેબ્રુઆરીથી ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં સ્પોર્ટ પોલીસી (Gujarat Sport Policy) જાહેર કરશે. જેમાં નવી સ્પોર્ટ પોલિસીમાં ખેલાડીઓને ડાયરેક્ટ લાભ થશે. પોલીસ માટે મિટિંગોનો દોર પણ ચાલી રહ્યો છે. તેમજ રમત ગમત ક્ષેત્રે રિફોર્મ માટે કમિટીની રચના પણ કરી છે. 18 ફેબ્રુઆરીથી ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022) માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. આ વખતે 40 લાખ ખેલાડીઓ ખેલ મહાકુંભ ભાગ લે તેવું આયોજન છે. આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટર ખેલાડીઓ માટે ફાયદાકારક છે. રાજ્ય સરકારે નડિયાદમાં બનાવેલા સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટર રાજ્યના અલગ અલગ જિલ્લા અને મહાનગરો બનાવવામાં આવશે.