અમદાવાદઃ થોડા દિવસો અગાઉ ભારતે સ્વર કોકિલાલતા મંગેશકરને(Lata mangeshkar Passed Away ) ગુમાવ્યા છે. તેઓ તેમના ગીતો થકી અમર થઈ ગયા છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિઆપવાનો કાર્યક્રમ અમદાવાદના ઠાકોરભાઈ હોલમાં સંસ્કાર ભારતી અને અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયો હતો.
કાર્યક્રમમાં ગાયકોએ રેલાવ્યો સૂરનો જાદૂ
લતા મંગેશકરને સ્વરાંજલી કાર્યક્રમમાં જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ, ગાયક શ્યામલ-સૌમિલ અને આરતી મુન્શી, બંકિમ પાઠક તેમજ કવિ તુષાર શુક્લ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગૌરાંગ વ્યાસે લતા મંગેશકરના ગુજરાતી ગીતો અને તેમની સાથેના અનુભવોની માહિતી પ્રેક્ષકોને આપી હતી. લતા મંગેશકરે ગાયેલા પ્રખ્યાત ફિલ્મોના ગીતો જેમાં આંધી, મૈયરની ચુંદડી વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શ્રોતાઓ સૂરોના લયમાં મગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં રાજકોટથી ભુપેન્દ્ર વસાવડા પણ આવ્યા હતા. જેઓ આગામી છ મહિનામાં રાજકોટમાં મંગેશકરનું મંદિર બનાવવા જઈ રહ્યા છે. તેમને પણ અમદાવાદમાં યોજાયેલા લતાદીદીના કાર્યક્રમનું વર્ણન કર્યું હતું.