- રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા અમદાવાદના પ્રખ્યાત પતંગ બજારો
- પતંગ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી
- કોરોના કાળમાં સૌપ્રથમ તહેવાર લોકો ઉલ્લાસ સાથે ઉજવશે
અમદાવાદ : શહેરની પોળોમાં ઉત્તરાયણ સાથે પોળોનું પતંગ- દોરીનું માર્કેટ ખૂબ જ વિશાળ છે. શહેરની આર્થિક ગતિવિધિઓમાં તે આગળ પડતું છે. અમદાવાદમાં કાલુપુર, રાયપુર અને દિલ્હી દરવાજા જેવા સ્થળોએ ઉતરાયણના પંદર દિવસ અગાઉ જ પતંગ દોરીનું માર્કેટ ભરાય છે, પરંતુ અમદાવાદવાસીઓ ઉત્તરાયણની આગળના દિવસે જેને સ્થાનિક બોલીમાં 'કતલની રાત' એમ કહેતા હોય છે.
ઉત્તરાયણની આગળના દિવસે પતંગ માર્કેટમાં ભીડ
ઉત્તરાયણમાં આગળના દિવસે અમદાવાદના મોટા પાયે ભીડ જોવા મળતી હોય છે. આ વખતે અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રિના 10 કલાક બાદ કરફ્યૂ લાગુ થતો હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રે 08 કલાકે માર્કેટ બંધ કરી દેવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં અમદાવાદવાસીઓએ ઉત્તરાયણનો રંગ રાખ્યો હોય, તેમ છેલ્લી ઘડીએ ભરપૂર ખરીદી કરી હતી.