એન્જીનીયરીંગ ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટેનો 4 જૂન અંતિમ તારીખ - Gujarati news
અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ફાર્મસીના એડમીશન લેવા માંગતા હોય તેમના માટે 4 જૂન રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. એન્જિનિયરિંગમાં 61,000 સીટ છે જેની સામે 40,000 વિદ્યાર્થીઓ છે અને 137 કોલેજ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ આવ્યા બાદ તરત જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ત્યારે સૌથી વધુ ધસારો એન્જિનિયર અને ફાર્મસીમાં જોવા મળી રહ્યો છે. તારીખ 20 મેના રોજ એન્જિનિયરિંગના એડમિશન માટે પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ICICI બેંકની 136 બ્રાંચ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી પીન ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યુ હતુ અને રૂપિયા 350 જમા કરાવ્યા બાદ વિદ્યાર્થીઓને પીન મળશે. જેનો ઉપયોગ તેઓ એડમિશનમાં માટે કરી શકશે.એન્જિનિયરિંગમાં હાલ 137 કોલેજો અને 61,000 સીટ ઉપલબ્ધ છે જેની સામે ફક્ત 40,000 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનમાં ભાગ લેશે. અત્યાર સુધી એન્જિનિયરિંગમાં 35000 પીન સોલ્વ થઈ ચૂક્યા છે.