ગણતરીના કલાકોમાં નવા ટ્રાફિકના નિયમો અમલમાં આવવાના છે, ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની જાગ્રતા માટેના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદમાં હેલ્મેટ પહેરતાં લોકોનું લસ્સી આપી સન્માન કરાયું
અમદાવાદ: શહેરમાં લોકોને ટ્રાફિકનું નિયમ પાલન કરાવવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હેલ્મેટ પહેરતાં અને નિયમનું પાલન કરતાં લોકોને લસ્સી પીવડાવવામાં આવે છે. તેમજ તે લોકો નિયમોનું પાલન નથી કરતાં તેમણે પણ લસ્સી પીવડાવીને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે.
લસ્સીઘરનું ઉદ્ઘાટન અનોખી રીતે કરવામાં આવ્યું છે, જે વાહનચાલકો ટ્રાફિક નિયમનોનું પાલન કરે છે. તેમને લસ્સી પીવડાવીને સન્માન આપવામાં આવ્યું હતું, અને જે લોકો ટ્રાફિક નિયમનોનું પાલન નથી કરતાં તેમને પણ લસ્સી પીવડાવીને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
આ અનોખી પદ્ધતિ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના પાલન માટે લોકોને જાગ્રત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત લક્ષ્મી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક મિનિટમાં વધુ ગ્લાસ રસ પીવા માટેની હરિફાઈ યોજાઈ હતી. પ્રતિયોગિતામાં સુરતથી આવેલો યુવાન વિજેતા બન્યો હતો.