ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: બસમાં રોકડ કે દાગીના લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજો, જાણો વેપારી સાથે બનેલી આ ઘટના - youth traveling

અમદાવાદથી બસમાં રોકડ રકમ કે દાગીના લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજો, કારણ કે ફરી એક વાર બસમાં મુસાફરી કરતા યુવક સાથે લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જોકે આરોપીઓ પૈસા લઈને રફુચક્કર થાય તે પહેલા જ ઝડપાઈ ચુક્યા છે. આરોપીઓ પણ કોઈ રીઢા ગુનેગાર નહીં પરંતુ લકઝરી બસના ડ્રાઈવર અને કંડક્ટર છે.

બસમાં રોકડ કે દાગીના લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજો, જાણો વેપારી સાથે બનેલી આ ઘટના
બસમાં રોકડ કે દાગીના લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજો, જાણો વેપારી સાથે બનેલી આ ઘટના

By

Published : Aug 2, 2023, 1:25 PM IST

અમદાવાદ: ત્રણ વર્ષથી અમદાવાદથી ભોપાલ એક જ લક્ઝરી બસમાં મુસાફરી કરતા વેપારીની રૂપિયા ભરેલી બેગની ચોરી કરનાર ડ્રાઇવર કંડકટર તેમજ અન્ય એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે. ધરપકડ કરી રોકડ રકમ 47 લાખ કબજે કર્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પ્રેસ વિજ્ઞાપતિ માહિતી અનુસાર: અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપતિ અનુસાર, " અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીના આધારે ગીતામંદિર ચાર રસ્તા નજીક અંકુર ગલીના નાકા પાસેથી મદનસિંહ બારોટ, ભેરાજી ગાયરી અને હીરાલાલ ગાયરી નામના રાજસ્થાનના ત્રણ શખ્સોને પકડીને તપાસ કરતા તેઓની પાસેથી 47 લાખ રૂપિયા રોકડા અને બેંક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતા મધ્યપ્રદેશમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળે છે".

ચોરીના પ્લાનમાં સામેલ:આરોપીઓ પૈકી બે આરોપીઓ શ્રીનાથ ટ્રાવેલ્સની અમદાવાદથી ભોપાલના રૂટમાં ડ્રાઇવર તેમજ કંડકટર તરીકે કામ કરતા હતા તેમજ ત્રીજો આરોપી કંડકટરનો ભાઈ થાય છે. લક્ઝરી બસમાં છેલ્લા ત્રણેક વર્ષથી વેપારી તેજરામ પ્રજાપતિ મુસાફરી કરતા હોય દર અઠવાડિયે ભોપાલથી અમદાવાદ આવવાના સમયે મોટી રકમ બેગમાં લઈને આવતા હોવાનું આરોપીઓને ધ્યાને આવતા આરોપીઓએ ભોપાલથી અમદાવાદ ખાતે આવવાના સમયે પેસેન્જરને જમવા માટે લક્ઝરી સોનકચ્છ નજીક આવેલ પપ્પુ ઢાબા ખાતે ઉભી રાખી, જ્યાં વેપારી તેજારામ જમવા માટે નીચે ઉતરતા હોય તે સમયે કંડકટર હીરાલાલના ભાઈ ભેરાલાલને તેની બેગની ચોરી કરવા માટેનો પ્લાન બનાવી તેને પણ ચોરીના પ્લાનમાં સામેલ કર્યો હતો.

ચોરી કરી નાસી ગયો:જે પ્લાન મુજબ ત્રણેય આરોપીઓએ 23 જુલાઈ 2023 ના રોજ અમદાવાદથી ભોપાલ ખાતે લક્ઝરી બસમાં આવેલ તેમજ 24 જુલાઈ 2023 ના રાત્રે 09 વાગે લક્ઝરી બસ પપ્પુ ઢાબા ખાતે પેસેન્જરને જમવા માટે ઉભી રાખી હતી અને આ સમયે કંડકટર હીરાલાલે તેના ભાઈ ભેરાલાલની ઈશારો કરી વેપારીને બેગ બતાવી દીધી હતી. આરોપીએ તે રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ત્યાંથી નાસી ગયો હતો. જે ચોરીમાંથી મળેલા રૂપિયા 47 લાખના ભાગ પાડી ત્રણેય આરોપીઓ રાજસ્થાન ખાતે જઈ રહ્યા હોય તે સમયે જ પકડાઈ ગયા હતા. આ મામલે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સોનકચ્છ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયો હોય જે ગુનાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી આરોપીઓની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Ahmedabad News: ઓઢવમાં બેન્કમાં નકલી દાગીના મૂકી ગોલ્ડ લોન લેનાર સહિત 3 સામે ઠગાઈની ફરિયાદ
  2. Ahmedabad Rape Crime : જન્મકુંડળી કઢાવવા મહિલાએ બોલાવેલા જ્યોતિષે કર્યું કાળું કામ, આરોપીને પોલીસે દબોચ્યોં

ABOUT THE AUTHOR

...view details