અમદાવાદના મણિનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડમ્પરે કૉલેજના મહિલા પ્રૉફેસરને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા પ્રૉફેસરનું મોત થયું છે. કે.કા.શાસ્ત્રી ગવર્નમેન્ટ કૉલેજના મહિલા પ્રૉફેસર આરતી ઝવેરી એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે કાંકરિયા તળાવ નજીક બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડમ્પરે તેમને અડફેટે લીધા હતા.
બેફામ બનેલા મનપાના ડમ્પરે કે.કા.શાસ્ત્રી કૉલેજના મહિલા પ્રોફેસરનો લીધો ભોગ - etv bharat gujarat latest news
અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી ગવર્નમેન્ટ કૉલેજના પ્રાધ્યાપીકા આરતી ઝવેરી એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે કાંકરિયા તળાવ નજીક બેફામ બનેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનામાં પ્રૉ.આરતીએ જીવ ગુમાવ્યો છે. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી છે.
અમદાવાદ
અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત પણ કરી છે. અને મૃતદેહને હૉસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.