- શહેરમાં ગાર્ડનમાં પાર્કિંગ સુવિધાનો અભાવ
- અમદાવાદ શહેરમાં 235 ગાર્ડન રહેલા છે
- પાર્કિંગ સુવિધાના અભાવના કારણે ટ્રાફિકની અડચણ
અમદાવાદઃ કોર્પોરેશન દ્વારા શહેરમાં 235થી પણ વધારે ગાર્ડન બનાવવામાં આવ્યા છે પરંતુ અનેક ગાર્ડનો એવા છે કે, જ્યાં આગળ પાર્કિંગની સુવિધા અભાવ છે. જેના કારણે ગાર્ડનની મુલાકાતે આવતા મુલાકાતીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના ગાર્ડમાં પાર્કિંગની સુવિધાનો અભાવ ટ્રાફિકની અડચણ
અમદાવાદ શહેરમાં 235 ગાર્ડન રહેલા છે. જેમાં પાર્કિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નથી. કારણ કે, શહેરમાં આવેલા તમામ ગાર્ડનમાંથી 15 ટકાથી વધુ ગાર્ડનમાં પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યા છે. તંત્રએ બનાવેલા તમામ 271 ગાર્ડનની યોગ્ય સંભાળ રાખવામાં આવે છે. શહેરના નાગરિકો માટે બનતા આવા ગાર્ડનમાં કોઈ વાહન લાઇને આવે તો વાહન પાર્ક કરવા અંગેનો સવાલ ઉભો થાય છે. મહત્વનું છે કે, પાર્કિંગ સુવિધાના અભાવના કારણે ટ્રાફિકની અડચણનું મુખ્ય ઉદાહરણ પ્રગતિનગર નજીકનું ગાર્ડન છે.