- મ્યુકોરમાઈકોસીસના દર્દીને LG હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળી શકશે
- LG મેડિકલ સ્ટોરમાંથી ફકત 1,100 ઈન્જેક્શન આપવામાં આવ્યા
- LGમાં દાખલ 45 દર્દીને 5 દિવસ આપી શકાય એટલા જ ઈન્જેક્શન છે
અમદાવાદ : મ્યુકોરમાઈકોસીસના ઈન્જેક્શન પૂરા પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. ગુરૂવારે સરકારે પરિપત્ર જાહેર કર્યું હતું કે, શહેરની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાઈકોસીસના દર્દીને LG હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળી શકશે. LGની બહાર દરરોજ દર્દીના સગાની લાઈનો લાગી રહી છે. LG મેડિકલ સ્ટોરમાંથી ફકત 1,100 ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. જે LGમાં દાખલ 45 દર્દીને 5 દિવસ આપી શકાય એટલા છે.
આ પણ વાંચો : બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન
હેલ્થ કમિશ્નર અને હેલ્થ સેક્રેટરીને ઈમેલ કરીને ઈન્જેક્શન ઈશ્યુ કરવા રિમાઈન્ડર મોકલ્યાLG હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવા નોડલ એજન્સી બનાવી છે. ઈન્જેક્શનનો સંપૂર્ણ સ્ટોક સરકાર પાસે છે. સરકાર કોર્પોરેશનને ઈન્જેક્શન આપી રહી નથી. હેલ્થ કમિશ્નર અને હેલ્થ સેક્રેટરીને વારંવાર ઈમેલ કરીને ઈન્જેક્શન ઈશ્યુ કરવા રિમાઈન્ડર મોકલ્યા છે. તેમ છતાં ઈન્જેક્શનો સ્ટોક આવી રહ્યો નથી. સરકારે ઈન્જેક્શન આપવા નથી તો પછી કેમ LGને બદનામ કરવા જાહેરાત કરી તે સમજાતું નથી.
આ પણ વાંચો : મ્યુકોરમાઈકોસીસના પ્રથમ બાળ દર્દીની કરાઇ સર્જરી, બ્લેક ફંગસથી બચવા કોરોનાથી ચેતીને રહેવુંડૉક્ટરોની ટીમ દ્વારા વેરિફિકેશન કરાશે અને સ્ટોક મુજબ ઈન્જેક્શન ફાળવશેે ખાનગી હોસ્પિટલના ઓફિશિયલ E-mail ID પરથી LGના ઓફિશિયલ ઈમેલ આઈડી પર gamphodistribution@gmail.com આવતા દર્દીના ડેટાનું LGના ENT, ઓપ્થોલ્મોલોજી અને મેડિસિન વિભાગના ડૉક્ટરોની ટીમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને સ્ટોક મુજબ ઈન્જેક્શન ફાળવવામાં આવશે.