- અમદાવાદમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ
- એશિયાની મોટી હોસ્પિટલ પણ હાઉસફૂલ
- દર્દીઓને લેવી પડી 108માં જ સારવાર
- તંત્ર ઘોરનિંદ્રામાં જોવા મળ્યું, કોર્ટે કાઢી ઝાટકણી
અમદાવાદઃ કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બયુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ્સ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1,200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એવામાં એમ્બયુલન્સમાં જ તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બ્યુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન આ પણ વાંચોઃસુરતમાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારને કોરોનામાં ખાનગી હોસ્પિટલના પગથિયા પર અને પિતાને હોસ્પિટલમાં સારવાર અપાઇ
અત્યાર સુધીના સૌથી વધુ 6,021 નવા કેસ સામે આવ્યા છે
ગુજરાતમાં હાલ કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 6,021 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 55 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ ઉપરાંત સુરત અને રાજકોટ જેવા શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બ્યુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન આ પણ વાંચોઃકોવિડ સિવાયની બિમારીઓ માટે સર્જાયો સેવાનો અભાવ
હાલ રાજ્યમાં 30 હજારથી વધુ એક્ટિવ કેસ છે
કોરોનાના કારણે ઉભી થયેલી ગંભીર સ્થિતિને જોતા ગુજરાત હાઈકોર્ટે રાજ્યના રૂપાણી સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, જે પ્રકારે સરકાર કામ કરી રહી છે, તેનાથી લોકોને લાગી રહ્યું છે કે, તેઓ માત્ર ભગવાન ભરોસે છે. હાલ રાજ્યમાં 30 હજારથી વધુ એક્ટિવ કેસ છે.