ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા - Kundan Kothiya Audio Clip

સુરત શહેર વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભાજપ (Surat AAP Corporator joins BJP) પ્રદેશ મહા પ્રધાન પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરી ખેસ (Kundan Kothia Joined the BJP)પહેરી ભાજપમાં જોડાયા છે. ત્યારે કુંદન કોઠીયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં ધર્મેન્દ્ર વાવલિયા હેરાન કરતા હતા.આ ઉપરાંત ઓડિયો ક્લિપ વાયરલનો જે આક્ષેપ કર્યો છે.

આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા
આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા

By

Published : Feb 15, 2022, 8:49 AM IST

અમદાવાદ : ગાંઘીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સુરત શહેર વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભાજપ પ્રદેશ મહાપ્રધાન પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે કેસરી ખેસ (Kundan Kothia Joined the BJP) પહેરી ભાજપમાં જોડાયા છે.

મારા ફોનની તપાસ કરાવવા તૈયાર : કુંદન કોઠીયા

આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી : કુંદન કોઠીયા

કુંદન કોઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ઓડિયો ક્લિપ (Kundan Kothiya Audio Clip) વાયરલનો જે આક્ષેપ કર્યો છે તે સાચો સાબિત કરી બતાવે. હું મારો ફોન તપાસમાં આપવા તૈયાર છું. પાર્ટીએ મને સસ્પેન્ડ કરતા અગાઉ કોઈ જાણકારી આપી નથી. આમ આદમી પાર્ટીમાં ધર્મેન્દ્ર વાવલિયા હેરાન કરતા હતા. આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી. તેથી મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડ્યું છે.

આમ આદમી પાર્ટી લોકોને ગુમરાહ કરે છે : પ્રદીપસિંહ વાઘેલા

પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દેશ (Pradipsinh Vaghela Attacks AAP) વિરોધી પાર્ટી છે. દેશમાં અરાજકતા ફેલાવવી તે તેમની પ્રાથમિકતા રહી છે. જે મહિલાઓએ ગુજરાત અને દેશના લોકોની સેવા કરવી છે તે બધાને ભાજપમાં યોગ્ય પ્લેટફોર્મ મળશે. આમ આદમી પાર્ટી દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટી દેશને તોડવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ BJP Offer to AAP Corporator : 3 કોર્પોરેટરોને ભાજપમાં જોડાવા ઓફર અપાયાંનો મોટો આક્ષેપ, કોણે કર્યો જાણો

સુરત શહેરના કુલ 06 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરત શહેરના વોર્ડ-4 ના કોર્પોરેટર કુંદન કોઠિયા પ્રદેશ મહા પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ, પ્રદેશના સહ પ્રવક્તા ડો. રૂત્વિજ પટેલ, પ્રદેશ મીડિયાના સહ કન્વીનર ઝુબિન આસરાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે સુરત શહેરના કુલ 6 કોર્પોરેટરો ભારતીય જનતા(Surat AAP Corporator Joins BJP) પાર્ટીમાં જોડાયા છે. તેમાંથી 05 કોર્પોરેટરો મહિલા છે.

આ પણ વાંચોઃ Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં

ABOUT THE AUTHOR

...view details