૧લી મે ગુજરાત સ્થાપના દિવસે પુસ્તકો સાથે ડીજીટલાઇઝેશન મેળવવાના વડીલોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે આજે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઇલ એપ્લિકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) + 3D વીડિયો દર્શનની રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક ચીની કહેવત છે કે એક ચિત્ર હજાર શબ્દોની કિંમત છે. હજાર શબ્દોમાં ટેકસ્ટની સામગ્રીને વાંચવા છતાં પણ વિદ્યાર્થીઓ ક્યારેક સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પરંતુ રંગીન ચિત્રને જોઈને કોઈપણ વિદ્યાર્થીઓ માટે સમજવું શક્ય બનશે. સરેરાશ વિદ્યાર્થીઓ સંપૂર્ણ સારી રીતે સમજી શકે છે.
આ એપ્લિકેશન શાળા અથવા ઘરે વર્ચ્યુઅલ વર્ગખંડ પ્રયોગશાળામાં ઉપયોગ કરી શકાશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઇલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે. વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોનો વિગતવાર અભ્યાસ કરી શકશે.