અમદાવાદ : શહેરના કૃષ્ણનગરમાં 3માં અલગ અલગ મકાન ભાડે રાખીને રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાંક સમયથી કૂટણખાનું ચલાવતો હતો. તેમાં 11 જેટલી યુવતીઓને ગોંધી રાખી તેમની પાસે અનૈતિક કામ કરાવવામાં આવતું હતું. આ મકાન અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં આવેલા છે, ત્યાં ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો.જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી.
અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી - કૃષ્ણનગર પોલીસે કુટણખાનું ઝડપ્યું
અમદાવાદમાં મંગળવારે સાંજે કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ ઘટનામાં 3 મકાનમાંથી 11 યુવતીઓને મુક્ત કરાવી છે. અહીં તેઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો.
અમદાવાદ
કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે, ઔડાના 3 મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસ રૂમમાં અંદર પહોંચી તો ચોંકી ઉઠી હતી. મકાનની અંદર ગ્રાહકોને વીઆઈપી જેવી સુવિધાઓ આપવામાં આવતી હતા. ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.