ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી, માસ્કનું ફ્રીમાં વિતરણ

અત્યારે વિશ્વભરમાં કોરોનાની મહામારી ખૂબ જ ઝડપથી જીવલેણ બની રહી છે અને કોરોનાને રોકી શકાય તેવી કોઈપણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. કોરોનાને અટકાવવા માટે સમગ્ર ભારતમાં એક દિવસ માટે જનતા કરફ્યૂ લાદવામાં આવ્યો હતો અને ત્યારબાદ 31 માર્ચ સુધી lockdown કરવામાં પણ આવ્યું છે.

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક
કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક

By

Published : Mar 23, 2020, 11:08 PM IST

Updated : Mar 23, 2020, 11:35 PM IST

અમદાવાદઃ કોરોનાનો સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેના જરૂરી સાધનસામગ્રી તેવા માસ્ક, કે જે પાયાની જરૂરિયાત છે, પરંતુ અચાનક કોરોનાની મહામારી ફેલાવવાના કારણે મોઢે બાંધવાના માસ્કની જરૂરિયાત ખૂબ જ વધી જવા પામી છે, ત્યારે બજારમાં એક માસ્કની કિંમત 50 રૂપિયાથી શરૂ થઇને 300 રૂપિયા સુધીના કાળા બજારમાં ભાવ ચાલે છે.

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી, માસ્કનું ફ્રીમાં વિતરણ

આમ, નાનામાં નાનો વ્યક્તિ પણ આટલી ઊંચી રકમના માસ્ક ખરીદી શકે તેવી શક્યતાઓ અને પોઝિશન ઓછી હોય છે, ત્યારે આવા કપરા સમયે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના સરપંચ યોગેશભાઈને વિચાર આવ્યો કે અત્યારે જ્યારે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવો ખૂબ જ જરૂરી થઇ રહ્યું છે, ત્યારે સમગ્ર કોબા ગામમાં મારે માસ્કનું વિતરણ કરવું જોઈએ. જેથી મારા સમગ્ર ગ્રામવાસીઓને આ મહામારીથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે.

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક

આવા ઉમદા વિચાર સાથે તેમણે એ પણ વિચાર્યું, કે હાલમાં અનિયમિત સમયમર્યાદા માટે જ્યારે સમગ્ર ગુજરાતમાં lockdown કરવામાં આવ્યું છે, ત્યારે દરેક નાનામાં નાના વ્યક્તિને પણ ધંધા રોજગાર સદંતર બંધ છે, તો શા માટે હું માસ્ક પણ બહારથી ખરીદવું તેના કરતા મારા ગામની બહેન દીકરીઓ દ્વારા કાચું મટીરીયલ લાવી આપું, જેથી તેઓ માસ્ક બનાવી અને તે જ માસ્કનું ગામમાં વિતરણ કરીએ. આવા સુંદર વિચારને તરત જ અમલમાં મુકતાની સાથે સાથે તેમણે કાપડ તેમ જ રબર જથ્થાબંધમાં લાવી આપ્યું.

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક

આમ માસ્ક બનાવવા માટેની જરૂરિયાત તેવા કાપડ તેમજ રબરના રોલ ગામની બહેનોને આપ્યું, જેથી આ બહેનો દ્વારા સુંદર રીતે ત્રણ લેયરનું માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. જેને સોમવારના રોજ ચાર વ્યક્તિઓથી વધુ લોકોને એકત્રિત થવા પર કાયદાકીય રીતે મનાઇ ફરમાવવામાં આવી છે. ત્યારે તેમણે ઘરે ઘરે જઈને ઘરમાં જેટલા પણ સભ્યો હોય છે, તેટલા સભ્યોની ગણતરી કરી અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક
કોરોનાના કહેર વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી, મફતમાં આપ્યા માસ્ક
Last Updated : Mar 23, 2020, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details