જેને લઈને ETV BHARAT અમદાવાદ રીંગરોડ પાસે આવેલા કોબા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે શા માટે આ કોબાને એક આદર્શ ગામ તરીકે ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આ અંગે સરપંચ યોગેશ નાયીનો સંપર્ક કરવામાં આવી હતી. સાથે જ કોબા ગામની સુવિધા તેમજ સ્વચ્છતા તેમજ ડિઝિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતું આ ગામ કઈ રીતે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે વગેરે વિગતો સરપંચને મળીને પ્રાપ્ત કરી હતી.
અમદાવાદનું આ ગામ ભારતભરમાં આદર્શ ગામ તરીકે ખ્યાતિ ધરાવે છે, જુઓ અહેવાલ
અમદાવાદ: હાલમાં સમગ્ર ભારતના ગામડામાં વસવાટ કરી રહેલા લોકો શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે. ત્યારે ગ્રામવાસીઓનું આ રીતે ગામડામાંથી સ્થળાંતરણ કરીને શહેર તરફ જવું એ સમગ્ર ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે.
અમદાવાદનું આ ગામ ભારતભરમાં આદર્શ ગામ તરીકે ખ્યાતિ ધરાવે છે
સરપંચ યોગેશ નાયીના જણાવ્યા પ્રમાણે, આ કોબા ગામમાં પોસ્ટ ઓફિસ, બેંક, વિદ્યાર્થીઓ માટે વાઈફાઈ ટેક્નોલોજીનો ઉપયોગ, વિશાળ કોમ્યુનિટી હોલ, સુંદર બાગ બગીચા, મંદિરો તેમજ કાર્ડિયોલોજિસ્ટ પણ ઉપલબ્ધ છે. સાથે જ ઘરે-ઘરે કચરો ઉપાડવા માટે ઘરે-ઘરે સુકો તેમજ ભીનો કચરો એકત્રિત કરતા ટેમ્પોની સુવિધા તેમજ સ્વચ્છતા માટે ગ્રામ પંચાયતે સમગ્ર ગામની જનતાને ડસ્ટબિન આપવામાં આવ્યા છે.
Last Updated : Jun 8, 2019, 7:46 PM IST