Shani pradosh and Mahashivratri: જાણો શનિ પ્રદોષ અને મહાશિવરાત્રી પૂજાનું મહત્વ અમદાવાદ:હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ જ અલગ મહત્વ હોય છે. આજના દિવસે મંદિરોમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રીના દિવસે પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ દિવસે ભગવાન શનિ અને શિવજીની પૂજા કરવાથી ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો:Mahashivratri 2023 : મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ વખત કિન્નર અખાડાનું સ્થાપન
સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ: જ્યોતિષાચાર્ય ડૉ.હેમિલ લાઠીયા etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આપણા ધર્મમાં વ્રત અને તહેવારો ખૂબ જ મહત્વના છે. જેમાં તિથિએ કરવામાં આવતા વ્રત જેમકે ચોથ, આઠમ, અગિયારસ, તેરસ પૂનમ આ તિથિ ઉપરાંત પણ વ્રત દ્વારા ભક્તિનો મહિમા રહેલો છે. જે આપણા જીવનને આદર્શ અને ઉન્નતિનો માર્ગ પણ બતાવે છે. દરેક વ્રત પાછળ માનવ જીવનના કલ્યાણ અને ભક્તિનો ભાવ રહેલો છે. જે ગ્રંથોમાં કથા સ્વરૂપે સમજાવવામાં આવે છે. આજના યુગમાં પણ લોકો દેશ કે પરદેશ હોય તો પણ વ્રતના મહિમા દ્વારા તેને અનુસરતા અને શ્રદ્ધા રાખતા હોય છે. જે આપણી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.
પ્રદોષના અલગ-અલગ નામ:પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત પછી અને રાત થતા પહેલાનો સમય. પ્રદોષકાળએ અલગ-અલગ નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં સોમવારે આવતા પ્રદોષને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. મંગળવાર આવતા પ્રદોષને ભૌમ પ્રદોષ કહેવામાં આવે છે. અને શનિવારે આવતા પ્રદોષને શની પ્રદોષ કહેવામાં આવે છે. આ વર્ષે બે સંયોગ એક સાથે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:શિવરાત્રી પર કરાયું 7 લાખથી વધુ રુદ્રાક્ષના મહાકાય શિવલિંગનું નિર્માણ
આ વર્ષે અલગ સંયોગ: આ વખતે શનિ પ્રદોષ શનિવારે આવે છે અને આ વખતે તે જ દિવસે મહાશિવરાત્રી છે. શનિ ભગવાન પણ શિવજીના ભક્ત હતા. ત્યારે આ બંને એક જ દિવસે હોવાથી સઁયોગ અલગ જોવા મળે છે. તેરસના દિવસને શિવરાત્રી કહેવામાં આવે છે. પરંતુ મહા મહિનાની આ શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શિવરાત્રીનું વ્રત કરવાથી અનેક પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે. આપણા જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ હોય તેમજ સ્ત્રીઓ માટે સૌભાગ્ય આપનાર વ્રત છે. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રતને ઉત્તમ ગણવામાં આવે છે.
શિવરાત્રી દિવસની ખાસ પૂજા: શિવરાત્રીના દિવસે શિવ પૂજા કરવાનો અલગ જ મહત્વ હોય છે. આ દિવસે શિવ પૂજન કરવું ખૂબ જ હિતાવહ છે. આજના દિવસે કરવામાં આવેલું શિવજીનું પૂજન એ સમગ્ર વર્ષ દરમિયાન કરેલી પૂજાનું ફળ માત્ર એક જ દિવસમાં મળે છે. એટલો મોટો મહિમા જોવા મળી આવે છે. આ દિવસે પણ શનિ પ્રદોષ થાય છે.જેના જન્મની કુંડળીની અંદર હોય તો આ દિવસે પૂજા કરવાથી શનિ મહારાજની કૃપા બની રહે છે.
શનિ પ્રદોષ પૂજાનું વિશેષ ફળ: શનિ પ્રદોષ વ્રત વિશેષ ફળની પ્રાપ્તિ હેતુ કરતા જોવા મળે છે. ભગવાન ભોલેનાથની કૃપા કાયમ રહે અને જીવનમાં દરેક કાર્યો હેતુ ભક્તો દરેક પ્રદૂષણ વ્રત શ્રદ્ધાથી કરતા હોય છે. સ્કંદપુરા અને મદન રત્ન ગ્રંથમાં શનિ પ્રદોષ વ્રતની વાત વર્ણવેલી છે. તેમાં પુરાણમાં કારતક માસ અને શ્રાવણ માસની શુભ તેરસના રોજ શનિવાર હોય તો શનિ પ્રદોષ ગણવામાં આવે છે. સ્કન્ધ પુરાણ મુજબ જે મનુષ્ય વિધિસર પૂજા કરે છે તેમને ભગવાન ભોલેનાથની કૃપાથી સારું આરોગ્ય ,એશ્વર્ય,સંતતિ મળે છે. ઉપરાંત રોગ અને શત્રુ પર પણ વિજય થાય છે.