- રાજય સરકાર દ્વારા 15 ટકા વેટની વસુલાત કરવામાં આવે છે
- ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકર માંથી વેટ પેટે સરકારને સૌથી વધારે આવક
- ક્રૂડ ઓઇલમાંથી રાજય સરકારને GST પેટે થતી આવકમાં થયો ઘટાડો
અમદાવાદ: એક તરફ સરકાર દ્વારા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી કરી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ રાજયના લોકોને પાઇનલાઇન દ્વારા રાંઘણગેલ પુરૂ પાડતી કંપનીઓ પાસેથી ફક્ત રાજય સરકાર દ્વારા જ 15 ટકા ટેક્સની વસુલાત કરવામાં આવે છે. વિધાનસભામાં દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાંધણગેસ કંપનીઓ પાસેથી કેટલો ટેક્સ વસુલવામાં આવે છે. તે અંગે પ્રશ્ન પુછયો હતો. જેમનો ઉત્તર આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કહ્યું કે, રાજયયની 6 કંપનીઓ દ્વારા રાંધણગેસ પુરૂ પાડવામાં આવે છે. વર્ષ 2019માં 12.06 કરોડનો ટેક્સ અને વર્ષ 2020માં 15.13 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો
રાજય સરકાર દ્વારા 15 ટકા વેટની વસુલાત કરવામાં આવે છે
રાજય સરકારને ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ, ક્રુડ અને લીકરમાંથી વેટ પેટે સૌથી વધારે આવક કરનારા ક્ષેત્ર છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે લોકોને બજાર જવાનું અને ઘરમાં રહેને ખાવાનું પણ મોંઘું થઇ રહ્યું છે. અને નવાઇની વાત એ છે કે, આ ક્ષેત્રમાંથી જ સરકારને સૌથી વધારે આવક થઇ રહી છે. સવાલ છે કે, શું મોંઘવારી જ સરકારની આવક બની છે ?
આ પણ વાંચો: ભાવ વધવાના કારણે LPGની અછતમાં 7.3 ટકાનો વધારોઃ તેલ કંપની
વેટમાંથી સરકારને કેટલી આવક