અમદાવાદઃગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન ખોખરા ખાતે (KK affiliated to Gujarat University Shastri College ) આવેલી કે.કા. શાસ્ત્રી કૉલેજ વિવાદમાં(K.K. Shastri College controversy) આવી છે. જેમાં NSUI દ્વારા કરવામાં આવેલી RTI માં ખુલાસો થયો છે. ત્યારે આ કૉલેજ જે તે સમયે ગવર્મેન્ટ સાયન્સ કૉલેજ નામથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સરકારી ચોપડે આ કૉલેજ ખાનગી બતાવવામાં આવી છે તેવો RTIમાં ખુલાસો થયો છે.
કે કા. શાસ્ત્રી કોલેજ ખાનગી કે સરકારી
ત્યારે આ મામલે NSUIના મહામંત્રી ટીકારામ તિવારીએ RTI કરી હતી. ત્યારે વધુમાં કહ્યું કે જે તે સમયે મુખ્યપ્રધાન દ્વારા પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે તે માટે આ કૉલેજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે 40હજાર ફી વસુલવામાં આવે છે. ત્યારે RTIના જવાબમાં લખ્યું છે કે આ સરકારી વિજ્ઞાન કૉલેજ કાર્યરત જ નથી. ત્યારે 17 વર્ષથી આ કૉલેજ દ્વારા ખાનગી કૉલેજ તરીકે ફી વસુલવામાં આવે છે.