શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી સી.એલ.વિદ્યાલયના ટ્રસ્ટી કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમર છે અને તેમની જ શાળામાં તેમની દીકરી શિક્ષક તરીકે ૨૦૧૩થી નોકરી કરી રહ્યા હતા. માધુરી જે-તે સમયે લખનઉ યુનિવર્સિટી ડિગ્રી દ્વારા નોકરી મેળવી હતી અને આ ડિગ્રી અંગેનું સર્ટીફીકેટ માધુરીના પતિ વિજય પ્રતાપે વેરીફાઈ કરાવ્યું હતું.
કોંગી નેતા કિશનસિંહ તોમરની પુત્રી અને જમાઈ સામે નોંધાઈ ફરિયાદ
અમદાવાદઃ કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર અને તેના પતિ વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નકલી ડિગ્રી દ્વારા શિક્ષકની નોકરી મેળવ્યાની ફરિયાદ નોધાઈ છે. આ અંગે પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Kishan sinh against Fir For Education degree
નોકરીમાં માધુરીને ૫ વર્ષ પુરા થતાં, જયારે તેને કાયમી કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે ડિગ્રી નકલી હોવાનું સામે આવ્યું હતું અને આ ડિગ્રીમાં જે સીટ નંબર છે, તે કોઈ અન્ય યુવતીનો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સી.એલ.વિદ્યાલયે માધુરી અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.