અમદાવાદઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમમાં ભાગ લેવાના છે, ત્યારે બૉલિવૂડ તેમજ કેટલાક કલાકારોને બોલાવવામાં આવ્યા છે. જેમાંથી કિંજલ દવે કે જે ગુજરાતી ગાયક કલાકાર છે, તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે નજરે પડ્યા હતા અને તેમની સાથે ગીતા રબારી પણ જોવા મળ્યાં હતાં.
કિંજલ દવે અને ગીતા રબારી પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ - Kinjal Dave
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે અનેક કલાકારો વિવિધ કૃતિઓને રજૂ કરશે. જે માટે મોટેરા સ્ટેડિયમ ખાતે કલાકારોનો જમાવડો થવાનો છે, ત્યારે પ્રખ્યાત લોકગાયક કિંજલ દવે મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે.
કિંજલ દવે અને ગીતા રબારી પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ
પ્રધાનમંત્રી અને પ્રેસિડન્ટ 11: 55થી એરપોર્ટથી નીકળી ગાંધી આશ્રમ થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચે. તે દરમિયાન ૨૨ કિલોમીટર રોડ શોમાં લોકોની ઝાંખી કરાવશે. તેમજ સ્ટેડિયમની બહાર પણ અમેરિકા અને ભારતના સંબંધો દર્શાવતા બંને દેશોના રાષ્ટ્રધ્વજ પણ લગાવવામાં આવ્યાં છે. હાલ પ્લેટિનમ ગેટની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે.