વર્લ્ડ કિડની ડે અંતર્ગત અમદાવાદમાં સપ્તાહભર કિડની રોગ નિદાન કેમ્પનું આયોજન
દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ કિડની ડેની જાહેરાત ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે. આ ઉપલક્ષમાં અમદાવાદમાં એક સપ્તાહનો કેમ્પ આયોજિત થયો છે. આ કેમ્પ 12 માર્ચથી શરુ થશે.
અમદાવાદઃ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ કિડની ડેની જાહેરાત ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે.
world kidney dayના આ દિવસે નેફ્રોલોજી સાથે સંકળાયેલ ડોક્ટર્સ લોકોને જાગૃત કરવાનું કામ કરતાં હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રેનશ નૅફ્રોલોજી કરીને પોતાનું ક્લીનિક ધરાવતા નેફ્રોલોજીસ્ટ ડોક્ટર જીગર શ્રીમાળીએ આ દિવસથી લઈને એક અઠવાડિયા સુધી કિડનીના વિવિધ રોગોને લઈને જાગૃતિ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં સંભવિત કિડની દર્દીઓનો બ્લડ ટેસ્ટ કરાશે. ઉપરાંત કિડનીની ગંભીર બીમારીથી પીડાતાં દર્દીઓના જુદાંજુદાં ટેસ્ટ કરીને સચોટ નિદાન કરવામાં આવશે. સાથે સાથે કિડનીના રોગને કેવી રીતે અટકાવી શકાય તે માટેની માહિતી પણ આપવામાં આવશે.