તમારી આસપાસમાં રહેતા લોકો જ તમારી સૌથી વધુ જાણકારી રાખતા હોય છે. અને સમય આવે તેનો ફાયદો ઉઠાવતા હોય છે. સેટેલાઈટ પોલીસે પકડેલા આરોપીઓમાંથી એક આરોપી સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ નામનો આરોપી બિલ્ડર પ્રતિક ભાઈની સોસાયટીમાં જ રહે છે. અને તેમની તમામ ગતિવિધિઓથી જાણકાર હતો.આથી સમગ્ર અપહરણની ઘટનાને અંજામ આપવા માટેનો માસ્ટર માઈન્ડ સાહિલ જ હોવાનું પોલીસ માની રહી છે.
અમદાવાદમાં પડોશમાં રહેતા બિલ્ડરનું અપહરણ કરી ત્રણ શખ્સોએ 50 લાખની માંગી ખંડણી - સેટેલાઇટ
અમદાવાદ: શહેરમાં એક બિલ્ડરનું અપહરણ ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ત્રણેય લોકોએ યુવકના પરિવારજનો પાસે રૂપિયા 50 લાખની ખંડણી માંગી હતી. જેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. જેથી પોલીસ સ્ટેશનની એક ટીમ આ તપાસમાં લાગી હતી. આ મામલાને ગણતરીના કલાકોમાં પોલીસે બિલ્ડરને અપહરણકર્તાઓની ચુંગલમાંથી છોડાવી દીધો હતો. ત્રણેય કોલેજીયન યુવકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
બિલ્ડરનું અપહરણ કરી ત્રણ શખ્સોએ 50 લાખની ખંડણી માંગી
સેટેલાઇટ પોલીસે ત્રણેય આરોપીઓમાંથી બે આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. અને એક આરોપી ડ્રાઈવિંગનો વ્યવસાય કરે આ ત્રણેય આરોપીના નામ છે. સાહિલ ઉર્ફે કૃણાલ દેસાઈ, સાગર ઈશાવ્રભાઈ રબારી અને કૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ આ તમામ આરોપીઓએ આર્થિક સાંકળમણના લીધે અપહરણ જેવા ગુનાને અંજામ આપ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ કબૂલી છે. બિલ્ડરના અપહરણને લઈને હાલ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.