અમદાવાદ : ગુજરાતની સંસ્કૃતિમાં રમત-ગમતનું ખૂબ જ મૂલ્યવાન સ્થાન છે. ત્યારે જેમાં કેટલીક લોકપ્રિય રમતો ક્રિકેટ, ખો-ખો, બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી અને ટેબલ ટેનિસ છે. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ રમતગમતની પ્રવૃત્તિઓની અધ્યક્ષતા અને દેખરેખ રાખે છે. જેમાં ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે સત્તામંડળ દ્વારા ઘણી સફળ અને લોકપ્રિય પહેલો હાથ ધરવામાં આવી છે, 'ખેલ મહાકુંભ' તેનું ઉદાહરણ છે. તો આવો જાણીએ આ ખેલ મહાકુંભ વિશે વિસ્તૃત માહિતી
ખેલ મહાકુંભ એક મહિના સુધી ચાલે છે---ખેલ મહાકુંભનો પ્રારંભ ભારતના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં દર વર્ષે 'ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનતનું પ્રદર્શન કરે છે. તે માત્ર ખેલૈયાઓને (Gujarat Khel Mahakumbh 2022) પ્લેટફોર્મ જ નહીં, પરંતુ પ્રતિભાગીઓ વચ્ચે સ્પર્ધાત્મક, મૈત્રીપૂર્ણ વાતાવરણને પણ પ્રોત્સાહિત કરે છે. કોઈપણ વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકે છે. તે પંચાયત કક્ષાએથી શરૂ થાય છે અને ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગળ વધે છે. પછી, આ સ્તરના વિજેતાઓ રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં મળે છે.
વિવિધ યોજનાઓનો લાભ મળે છે---દર વર્ષે લાખો લોકો સહભાગીઓને વિક્રમી ભાગીદારી જોવા મળે છે. ખેલ મહાકુંભના (Khel Mahakumbh 2022) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), શક્તિદૂત, સેન્ટર ઓફ એક્સેલન્સ (COE), ખેલ ગુજરાત સમર કોચિંગ કેમ્પ, શાળા કાર્યક્રમમાં, ખેલ પ્રતિભા પુરસ્કાર, મહિલા પુરસ્કાર, દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ મળે છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ પણ છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં ઉંમરનો કોઈ પ્રતિબંધ નથી. જેમાં 5 કરોડથી વધુના રોકડ ઈનામો સાથે 35,000થી વધુ ખેલાડીઓ ભાગ લે છે.
ખેલ મહાકુંભની તૈયારીઓને લઇ હર્ષ સંઘવીએ શું કહ્યું જાણો---ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી દ્વારા 12 માર્ચના રોજ અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતના તમામ ગામેગામે 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે. યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તે માટે ખેલ મહાકુંભ ખૂબ અગત્યનો રહેશે. PM મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરવાની સત્તાવાર જાહેર થવાની સાથે જ અત્યારે કુલ 40 લાખ (Registration for Khel Mahakumbh) કરતા વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.