ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરની મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકોને મળી શકે છે ખાદીનો યુનિફોર્મ - મ્યુનિસિપલ સ્કૂલ અમદાવાદ

અમદાવાદ: મહાનગર શિક્ષણ બોર્ડને 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે તેને અનુલક્ષીને શહેરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાનગી શાળાની સરખામણીએ સરકારી શાળાઓનું સ્થળ બની રહે તે માટે હાઈટેક સ્કૂલના નિર્માણની વાત છે. તેની સાથે જ શહેરમાં સ્માર્ટ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવામાં આવી રહી છે. જેના લીધે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

khadi
અમદાવાદ

By

Published : Jan 9, 2020, 6:18 PM IST

મ્યુનિસિપલ સ્કૂલમાં ગરીબ અને મઘ્યમવર્ગ પરિવારના બાળકો હોવાથી સત્તાવાળાઓ પણ તેમના ભણતર પ્રત્યે દુર્લભ આવતા હોવાનું લોકો માને છે. જો કે, આ ઇમેજ સુધારવા માટે સ્માર્ટ શાળા તથા હાઇસ્કૂલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોઈ સ્કૂલની માલિકીના 216 બેટિંગમાં ચાલતી આ સ્કૂલમાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિચાર માટે 4000 શિક્ષક અને કોઈ 4000 વર્ગખંડની સુવિધા છે. આવા સંજોગોમાં એક મહત્વનો નિર્ણય લેવા બજેટમાં આ વર્ષે એક મહત્વનો નિર્ણય પણ મુકવામાં આવશે.

શહેરના મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકોને મળી શકે છે ખાદીનો યુનિફોર્મ

અત્યાર સુધી મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકોને કોઈ ડ્રેસ કે યુનિફોર્મ આપવામાં આવતો ન હતો. પરંતુ આ વખતના બજેટમાં શિક્ષકોની ખાદીનો યુનિફોર્મ મળે તેવી જોગવાઈ કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ કે જેમનું વર્ષોથી સફેદ અને ભૂરા રંગનો યુનિફોર્મ રહ્યો છે. તે પણ હવે બદલવાની વાટાઘાટો ચાલી રહી છે.

શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્ર તોમર જણાવે છે કે, જો આ વાત બજેટમાં મંજૂર થશે તો નેક્સ્ટ ટર્મથી શિક્ષકો અને મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થી બંને એક નવા સ્વરૂપમાં જોવા મળશે. આ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, લોકો મ્યુનિસિપલ સ્કૂલના બાળકો અને ખાનગી શાળાના બાળકો વચ્ચે કોઈ ભેદભાવ રાખે નહિ અને તે લોકોને સમાન નજરે જ જુએ.

ABOUT THE AUTHOR

...view details