અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. 6 તારીખ થી 15 તારીખ સુધી ખાદી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 45 ખાદી સ્ટોલ અને 47 ગ્રામોઉદ્યોગ સ્ટોલ મળીને કુલ 92 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં સુતરાઉ ખાદી, રેશમ ખાદી, ગરમ ખાદી અને પોલી વસ્ત્રો અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિત્તે ખાદી મહોત્સવનું આયોજન કરાયું
અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાદી મહોત્સવમાં ખાદીના ચીજવસ્તુઓનું સરકાર દ્વારા વિશિષ્ટ વળતર સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: ગાંધી જન્મજયંતી નિમિતે ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જ ઉત્પાદિત ખાદી અને પોલિવસ્ત્રોનું ખાસ 20 ટકા વળતર સાથે વેચાણ કરવામાં આવશે. આ આયોજનથી લોકોને રોજગરીમાં પણ મદદ થશે. લોકોમાં પણ ખાદી પ્રત્યે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.