ગુજરાત

gujarat

ETV Bharat / state

જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં હવે અમદાવાદથી કેવડીયાનો પ્રવાસ વધુ આનંદદાયક - Janshatabdi Express

અમદાવાદથી કેવડીયા સી-પ્લેનની સેવા તો ચાલું જ ત્યારે હવે કેવડિયા ખાતે નવું આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે 17 જાન્યુઆરીમના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિઓ કોન્ફરન્સ દ્વારા કેવડિયા રેલવે સ્ટેશન સહિત દેશના જુદા-જુદા ભાગમાંથી કેવડિયા જતી 8 નવી ટ્રેનોનું લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કરશે.

જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં હવે અમદાવાદથી કેવડીયાનો પ્રવાસ વધુ આનંદદાયક
જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં હવે અમદાવાદથી કેવડીયાનો પ્રવાસ વધુ આનંદદાયક

By

Published : Jan 16, 2021, 10:59 PM IST

  • અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગશે વિસ્ટાડોમ કોચ
  • ચેન્નઈની ફેક્ટરીમાં બન્યો છે આ કોચ
  • પ્રવાસીઓને આકર્ષવા રેલવેનું નવું નઝરાણું

આમદાવાદઃ અમદાવાદથી કેવડીયા સી-પ્લેનની સેવા તો ચાલું જ ત્યારે હવે કેવડિયા ખાતે નવું આધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે 17 જાન્યુઆરીમના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિઓ કોન્ફરન્સ દ્વારા કેવડિયા રેલવે સ્ટેશન સહિત દેશના જુદા-જુદા ભાગમાંથી કેવડિયા જતી 8 નવી ટ્રેનોનું લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કરશે.

વેસ્ટાડોમ કોચમાં વ્યુઅર્સ ગેલેરી

આ ટ્રેનોમાં અમદાવાદથી કેવડીયા જતી જન શતાબ્દી એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. ગાર્ડન ડબ્બાની આગળ એક 44 બેઠક ધરાવતો વેસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. જેનું ભાડું પ્રવાસી દીઠ 885 રૂપિયા જેટલું થાય છે. આ કોચ ચેન્નઈની ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે. આ કોચની મહત્વતાએ છે કે, તેમાં બંને બાજુ 5 મોટી કાચની બારીઓ આવેલી છે અને સાથે દાર્શનિક ગેલેરી પણ છે. જેથી તમે કોચની અંદર બેઠાં જ કુદરતી સૌંદર્યને માણી શકો છો. તેની છત પર પણ આરપાર દેખાય તેવા ગ્લાસ લાગેલા છે.

જનશતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં હવે અમદાવાદથી કેવડીયાનો પ્રવાસ વધુ આનંદદાયક

મનોરંજન સાધનોથી સજ્જ છે આ રેલવે કોચ

આ કોચમાં 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી ખુરશીઓ લાગેલી છે. કોચની અંદર પ્રવેશવા માટે ઓટોમેટિક સ્લાઈડીંગ ડોર છે. દિવ્યાંગો માટે બ્રેઇલ લિપિમાં વંચાય તે રીતે સીટની પાસે સૂચનાઓ આપવામાં આવી છે. મનોરંજન માટે ટીવી અને સ્પીકર છે. આ કોચ GPS સિસ્ટમથી સજ્જ છે. કોચમાં વાઇફાઇ, સીસીટીવી કેમેરા, ચાર્જિંગ પોઇન્ટ્ જેવી પણ વ્યવસ્થા છે. આ કોચમાં એક નાની પેન્ટ્રી પણ હશે જેમાં ફ્રિજ અને ઓવનની સુવિધાઓ છે. લગેજ માટે અલગ કમ્પાર્ટમેન્ટ પણ છે.

ABOUT THE AUTHOR

...view details