આશ્રમ રોડ વલ્લભ સદન પાછળના રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મેયર બીજલ પટેલે રીબીન કાપીને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું.
અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે કેસર કેરી મહોત્સવ , 50થી વધુ મંડળીઓએ લીધો ભાગ - mango
અમદાવાદઃ રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 50 જેટલી મંડળીએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. આ મહોત્સવમાં મેયર બીજલ પટેલ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના હોદેદારો હાજર રહ્યા હતા.
કેસર કેરી મહોત્સવ
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા જાતે માવજત કરીને ઉગાડેલી કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના ગ્રાહકો સાથે સીધું વેચાણ કરવામાં આવશે. 50થી વધુ મંડળીઓ રાજ્યભરમાંથી ભાગ લેવા આવી હતી. આ મહોત્સવમાં કાર્બાઈડ મુક્ત કેરીનું જ વેચાણ કરવામાં આવશે જેના માટે ટેસ્ટ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. આ મહોત્સવથી લોકોને કાર્બાઈડ મુક્ત કુદરતી રીતે પકવેલી કેરીની મજા માણવા મળશે.