જો દિખતા હે વો બીકતા હૈ..... આ કહેવતને સાર્થક કરતી વાત હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના સ્વાગતની જોરશોર તૈયારી ચાલી રહી છે. ત્યારે શહેરમાં કોર્પોરેશનની બેદરકારી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
છેલ્લા અઠવાડિયાથી ચર્ચાનું કેન્દ્ર બનેલી ગરીબી દીવાલ અનેક પ્રશ્નોને જન્મ આપી રહી છે. સાથે જ વિકાસ મોડેલની પોલને ઉઘાડી પાડી રહી છે. સ્માર્ટ સીટીનું ઝાકમઝોળમાં ધબકતાં વાસ્તવિક અમદાવાદને છૂપાવવા રાતોરાત દીવાલ ચણી દેવામાં આવી છે. કારણે કે, તેનાથી તંત્રની બેદરકારી ઉઘાડી પડે છે. પરંતુ આ દીવાલ ચણીને કોર્પોરેશને સમગ્ર દેશની સામે પોતાની કાયરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
સરાણીયાવાસમાં બનેલી દિવાલ મુદ્દે કેરળની યુવતી બે દિવસથી ભૂખ હડતાળ પર નોંધનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે. ત્યારે કોર્પોરેશ દ્વારા શહેરના ઝૂપડપટ્ટી વિસ્તાર હરણિયાવાસમાં 7 ફૂટ ઉંચી દીવાલ એક કિમીના અંતરમાં બાંધવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા કેટલાય બે દિવસથી તંત્રના વિરોધમાં મહિલા સામાજિક કાર્યકર્તા દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી રહી છે.
કેરળની અશ્વથી જવાલા બે દિવસ સુધી ભૂખ હડતાળ પર બેઠી છે. તેની સાથે ETV BHARATએ ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, "ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઇને આ દીવાલ બનાવવામાં આવી રહી છે. અહીંયા 1000થી વધુ ગરીબ લોકો વસવાટ કરે છે. પરંતુ થોડા દિવસ પહેલાં જ આ યુવતીને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી."