અમદાવાદમાં ગાંજાના વેચાણમાં વધારો થયો છે. તેમજ તેને સેવન કરવાની પદ્વતિમાં પણ બદલાવ આવ્યો છે. આ બદલાવ પાછળ તાજેતરમાં રીલીસ થયેલી ‘કબીર સિંહ’ ફિલ્મ ઉપર ઠીકરો ફોડવામાં આવી રહ્યો છે. ફિલ્મના પાત્ર શાહિદ કપૂર દ્વારા આખી ફિલ્મમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીયે તો ગાંજો ભરેલી સિગારેટનો ઉપયોગ વધુ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના આવ્યા બાદ યુવક યુવતીઓ પણ કબીર સિંહ સ્ટાઈલમાં સિગારેટ પિતા નજરે વધુ પડતા હોય છે. ફિલ્મના એક સિનમાં કબીર સિંહ દ્વારા એક સાથે બે સિગારેટ પિતા બતાવવામાં આવ્યું છે. જે હાલમાં ખુબજ ટ્રેંડમાં આવતા લોકો પણ એક સાથે બે સિગરેટ પિતા ટીક-ટોક વિડિઓ અને પોતાના સોસીયલ અકાઉન્ટમાં #KabirSingh કરીને પોસ્ટ કરતા હોય છે.
તો શું કબીરસિંઘના કારણે અમદાવાદમાં વધી ગયુ ગાંજાનું વેચાણ?, ETV Bharat નું સ્ટિંગ ઓપરેશન રાજ્યમાં પુખ્ત વયના યુવકો અને યુવતીઓએ અલગ રીતે સિગારેટ પીવાનુ શરુ કર્યું છે. યુવાનો હવે સિગારેટમાં તંબાકુના બદલે ગાંજો મેળવીને પીવે છે. કબીર સિંહ ફિલ્મમાં જેવી રીતે પીવામાં આવે છે એ રીતે. આ ફિલ્મના આવ્યા બાદ ગાંજો ખુબજ ટ્રેંડમાં આવ્યો છે. આ રીતે તેઓ કોઈને પણ છેતરી શકે છે. દુરથી તેઓ માત્ર સિગરેટ પિતા હોય તેવું જ નજરે પડે છે. પરંતુ તે સિગરેટની અંદર હાનિકારક અને નશીલા એવા ગાંજાનું મિશ્રણ કરાય છે. DGP દ્વારા નાર્કોટિક્સ વિરૂદ્ધમાં કડક કાર્યવાહીના નિર્ણય બાદ પણ ગાંજાનું વેચાણ ચાલુરાજ્યના પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ કરતા લોકો પર હવે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તેમ છતાં ગાંજાના વેચાણમાં વધારો થયો છે. જેથી નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ કરતા લોકો વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરી ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પણ શહેરમાં ખુલ્લે આમ ગાંજાનું વેચાણ ચાલી રહ્યું છે. નાર્કોટિક્સ વિરૂદ્ધની કાર્યવાહીનો અમલ માત્ર કાગળ ઉપર જ છે.ETV Bharat દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ગાંજાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ગાંજાના વેચાણનો ભાવ
ગાંજાની એક પડીકી 100 રૂપિયામાં વેચવામાં આવે છે. તેમજ 50 ગ્રામ ગાંજોનો ભાવ 750 રૂપિયા છે. જેથી 1 કિલો ગાંજાનો ભાવ આશરે 12 હજારથી 15 હાજર સુધીનો છે. ગાંજામાં પણ જુદી-જુદી ગુણવત્તાનો માલ હોય છે. સારી ગુણવત્તા વાળા માલનો ભાવ વધુ હોય છે. ઓછી ગુણવત્તા વાળા માલના ભાવ ઓછા હોય છે. ગુણવત્તા મુજબ તે ગાંજાની અસરમાં વધારો-ઘટાડો થાય છે. 100 રૂપિયાવાળી એક પડીકીમાંથી ઓછામાં ઓછી 4 સિગારેટ બનાવાય છે. ત્યારે વધુમાં વધુ 8 થી 10 સિગારેટ બનાવવામાં આવતી હોય છે. ગાંજાનું વ્યસન કરતા હોય તેના મુજબ ગાંજાનો ઉપયોગ વધુ ઓછો કરવામાં આવતો હોય છે.
ગાંજાનું વેચાણ કેવી રીતે કરવામાં આવે છે ?
શહેરના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી તરકીબો અજમાવી ગાંજાનું વેચાણ કરાય છે. નવાઈની વાત એ છે કે, પુરૂષોની સરખામણીમાં ગાંજાના વેચાણના ધંધામાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. શહેરના પૉશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ, વાડજ BRTC બસ સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ જેલ રોડ, લૉ ગાર્ડન, વોક્ટોરિયા ગાર્ડન, રામાપીરના ટેકરા વિસ્તારમાં એક પરિવારના તમામ સભ્યો દ્વારા ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરિવારની મહિલા સભ્ય પોતાના ઘરમાં વેચાણ કરે છે. પુરૂષ તેની આસપાસની ચાલીમાં રોડ ઉપર બેસીને વેચાણ કરે છે. જ્યારે તેમના બે પુત્રો દ્વારા નંબર વગરની જ્યુપિટર લઇ કોલેજો અને રેગ્યુલર બાંધેલા ગ્રાહકોને ગાંજો આપી વેચાણ કરે છે.