આ મંદિરના નિર્માણ અને વિકાસનું કાર્ય રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં બારેમાસ અહીં ભક્તો દર્શન માટે આવે છે. શ્રાવણ માસમાં અહીં વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે, તથા મોટી સંખ્યામાં શ્રાવણમાં ભક્તો દર્શન કરવા પધારે છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં જળ-દૂધ અને બિલિપત્રનો અભિષેક કરવામાં આવે છે. તેમજ રૂદ્રાભિષેક કરાય છે. આ ઉપરાંત મંદિર પરિસર, ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે.
અમદાવાદમાં બિરાજતા કર્ણાવતી નગરના કર્ણમુક્તેશ્વર મહાદેવ - karnmulteshwer mahdev
અમદાવાદ: કર્ણાવતી નગરના નગરદેવ તરીકે મહાદેવ અહીં બિરાજમાન છે. અમદાવાદના સારંગપુર દરવાજા પાસે આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિર છે. આ મંદિરની સ્થાપના ૧૧મી સદીમાં પાટણના રાજા કર્ણદેવ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદમાં બિરાજતા કર્ણાવતી નગરના કર્ણમુક્તેશ્વર મહાદેવ
અહીં દર્શન કરવા આવતા અનેક ભક્તોએ પણ મંદિર અંગે કેટલીક માહિતી આપી હતી.
અમદાવાદ શહેરના અતિપ્રાચીન મંદિરમાં એક એવા કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તીનું ઘોડાપુર ઉમટે છે, અને ભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લે છે. શ્રાવણ માસમાં ભક્તો શિવની ભક્તિમાં લીન બને છે.