ગુજરાત

gujarat

ETV Bharat / state

મને સારી સ્ક્રીપ્ટ મળશે તો હું ગુજરાતી ફિલ્મ જરૂરથી કરીશ: કરિશ્મા તન્ના - Ahmedabad

અમદાવાદ: મૂળ ગુજરાતી અને બોલિવૂડ-ટેલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના કે જે બિગ બોસ જેવા શો પણ કરી ચુકી છે અને હાલમાં નાગિન સીરીયલમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે. કરિશ્માએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. ત્યારે આવો જાણીએ ઈટીવી ભારતની વાતચીતમાં શું કહ્યું કરિશ્માએ...

અભિનેત્રી કરિશ્મા તન્ના

By

Published : Jul 16, 2019, 8:19 PM IST

Updated : Jul 16, 2019, 8:56 PM IST

અભિનેત્રીએ સ્ટ્રેક્સ પ્રોફેશનલના હેર શૉ 'હેર એન્ડ બેયોન્ડ' ના નવીનતમ 'રેટ્રો રીમિક્સ' વિન્ટેજ હેર સ્ટાઇલ માટે રેમ્પ વૉક કર્યું હતું. પોતાની ગ્લેમર અદાઓથી ઉપસ્થિત લોકોને આકર્ષિત કર્યા હતા. કરિશ્માનો લૂક પણ રેટ્રો હતો, અને ગુલાબી કલરમાં તે ખીલી ઉઠી હતી. આ ઈવેન્ટમાં અનેક પ્રકારની હેર સ્ટાઇલ દર્શાવામાં આવી હતી. જેમાં રોમેન્ટિક એમ્બર રેટ્રો ચીંગનોં, બોકફન્ટ ફ્યુજ સિલ્ક, ડાર્ક ચોકકોલેટ પ્રિસીશન બોબ જેવી અનેક હેર સ્ટાઈલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અભિનેત્રી કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના સાથે વાત કરતા તે જણાવે કે," મને અત્યાર સુધી ખુબ જ ગુજરાતી ફિલ્મ્સની ઓફર આવી છે, પરંતુ મારુ ગુજરાતી એટલું સારું ન હોવાથી હું હા નથી પાડી રહી. પરંતુ જે પ્રકારે ગુજરાતી ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી છે એના માટે ખૂબ જ ખુશ છું અને ભવિષ્યમાં એવું ઈચ્છીશ કે હું પણ એક ગુજરાતી ફિલ્મ કરું. તેણે વધુમાં કહ્યું કે, હું ગુજરાતી હોવાથી એવી કોઈ પણ ડીશ નથી કે જે મને ભાવતી નથી અને હું ખાવાની શોખીન છું અને અમદાવાદમાં આવીને ખાવા માટે હું કોઈ પણ ડીશ બાકી નથી રાખતી.

Last Updated : Jul 16, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details