ગુજરાત

gujarat

ETV Bharat / state

કારંજ પોલીસને પુમા કંપનીના ડુપ્લિકેટ માસ્કનો જથ્થો મળ્યો - found duplicate masks of Puma company

કોરોના મહામારીમાં કાળા બજારીઓ બેફામ બન્યા છે. કોરોનાકાળમાં રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવુ ફરજિયાત છે. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માસ્કનો જથ્થો કારંજ પોલીસે ઝડપ્યો છે.

ડુપ્લિકેટ માસ્કનો જથ્થો કબ્જે કર્યો
ડુપ્લિકેટ માસ્કનો જથ્થો કબ્જે કર્યો

By

Published : Apr 17, 2021, 8:19 AM IST

  • પુમા કંપનીના ડુપ્લિકેટ માસ્કનો જથ્થો મળ્યો
  • કોપીરાઈટના ફિલ્ડ ઓફિસરને જાણ કરી
  • દુકાનની નીચે જ માસ્કનું મેન્યુફેક્ચરીંગ થતું હતું

અમદાવાદ :કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલા અંબિકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લિકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, પોલીસને જથ્થો મળી આવતા કોપીરાઈટના ફિલ્ડ ઓફિસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફિલ્ડ ઓફિસર દુકાનમાં આવી પુમા કંપનીના સિંમબોલ વાળા માસ્કનો જથ્થાને ચેક કરતા ડુપ્લિકેટ હોવાનુ પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચો : 'ઝુંડ'ની રિલીઝ અટકાવવા પિટિશન દાખલ કરાઈ, કોપીરાઈટ ઉલ્લંઘનનો લાગ્યો આરોપ

4,000 જેટલા પુમા કંપનીના અલગ-અલગ માસ્ક મળી આવ્યા


તમામ માસ્ક ડુપ્લિકેટ હોવાનુ સાબિત થતા કારંજ પોલીસે દુકાનના માલિક વિકાસ પટેલ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. માસ્કનો જથ્થો ગણતા આશરે 4,000 જેટલા પુમા કંપનીના અલગ-અલગ માસ્ક મળી આવ્યા હતા.

ડુપ્લિકેટ માસ્કનો જથ્થો કબ્જે કર્યો

પોલીસે આશરે 20,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે આરોપી વિકાસ પટેલની વધુ પૂછપરછ કરતા આરોપી રીલીફ રોડ પર આવેલી તેની દુકાનની નીચે જ આ માસ્કનુ મેન્યુફેક્ચરીંગ કરતો હતો અને હોલસેલમાં વેચતો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી હોલસેલમાં ડિલરોને માત્ર 5 રૂપિયાના ભાવે માસ્ક વેચતો હતો. પાંચ રુપિયા લેખે આશરે 4,000 માસ્કની કિંમત 20,000 રુપિયા સામે આવી હતી. એટલે કે, પોલીસે આશરે 20,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' વિવાદોમાં ફસાઈ, કોપીરાઈટ ભંગની નોટિસ મળી

આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી


કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરીને માસ્ક બનાવવા માટે પુમા કંપનીનું કાચુ મટીરીયલ ક્યાંથી લાવતો હતો અને કેટલા સમયથી આરોપી ડુપ્લિકેટ માસ્કનું મેન્યુફેક્ચરીંગ કરે છે તેને લઈને તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં તમામ ચોંકવનારા ખુલાસા સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details