અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટની એક રાઇડ તુટી પડતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જ્યારે 27 લોકોને ગંભીર ઇજાઓ પણ થઇ હતી. તો ઘટનાને પગલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, પાર્કમાં કુલ 25 રાઈડ્સ છે, જે પૈકીની 24 રાઈડનું લાયસન્સ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે 1 રાઈડનું લાયસન્સ પાર્ક દ્વારા જાતે જ ઉભું કરવામાં આવ્યું હતું.
કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં 24 જ રાઈડના પોલીસે લાયસન્સ આપ્યા હતા, 25મું લાયસન્સ જાતે બનાવાયું - gujarati news
અમદાવાદ: શહેરમાં થોડા દિવસ અગાઉ એક દુઃખદ ઘટના બની હતી. જેમાં કાંકરિયા એમ્યુઝમેન્ટની એક રાઇડ તુટી પડતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જ્યારે 27 લોકોને ગંભીર ઇજાઓ પણ થઇ હતી. જો કે આ પાર્કમાં પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 જ રાઈડના લાયસન્સ આપવામાં આવ્યાં હતા. જ્યારે 25મી રાઇડનું લાયસન્સ પાર્કના તંત્ર દ્વારા જાતે જ ઉભું કરવામાં આવ્યું હતું.
તો આ મામલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જવાબદારી પોલીસ પર નાંખી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કે પોલીસની જાણ બહાર કોર્પોરેશનની નજરમાં જ 25મી રાઈડ ચાલી રહી હતી. જેને કોર્પોરેશને નજર અંદાજ કર્યો છે. તો અંગે પોલીસના જણાવ્યા મુજબ રાઈડના મેન્ટેનેન્સ સર્ટિફિકેટમાં એન્જીનિયર તરીકે માલિકનો ભત્રીજો યશ જ છે. જે ડિપ્લોમા ફેલ છે. પોલીસ વિભાગ દ્વારા કુલ 24 રાઈડના જ લાયસન્સ આપ્યા છે. જ્યારે 25મી રાઈડનું લાયસન્સ જાતે ઉભું કરી દેવામાં આવ્યું છે. રાઈડનું મટીરીયલ ક્યાંથી લાવવામાં આવ્યું અને તેને તૈયાર કોણે કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આમ પોલીસની જાણ બહાર કોર્પોરેશનની નજરમાં જ 25મી રાઈડ ચાલી રહી હતી. જેને કોર્પોરેશન દ્વારા પણ નજર અંદાજ કરવામાં આવી છે.