ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરિયા ડિસ્કવરી રાઈડ કેસ: બે આરોપીઓના જામીન મંજૂર કરતી હાઈકોર્ટ - હાઈકૉર્ટ

અમદાવાદઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાથી બે લોકોના મોતના કેસમાં મંગળવારે હાઈકોર્ટના જસ્ટીસ એ.જે દેસાઈએ રાઈડ ઓપરેટીંગ તરીકે કામ કરનાર બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલાના 10 હજારના બોન્ડ પર જામીન મંજુર કર્યા છે, જ્યારે અન્ય એક આરોપી ભાવેશ પટેલની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

HIGH

By

Published : Sep 3, 2019, 10:20 PM IST

આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, 3 આરોપી ભાવેશ પટેલ, કિશન મહંતી અને મનિષ વાઘેલાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી મુદે અગાઉ જસ્ટીસ વી.એમં પંચોલી રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

કાંકરિયા રાઈડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોકસી સહિત 3 આરોપીઓની જામીન અરજી સુનાવણી હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. ઉલ્લેખનીય છે કે સેસન્શ કોર્ટ જજ વી.જે. કાલોતરા કેસના તમામ 6 આરોપીઓના જામીન ફગાવ્યા હતાં. બાદમાં આરોપીઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

આ દુર્ઘટના બાદ મણિનગર પોલીસે તમામ આરોપીઓ વિરૂધ આઈપીસીની કલમ 304 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details