- અમદાવાદ શહેરમાં આ વર્ષે નહિ યોજાય કાંકરિયા કાર્નિવલ
- કોરોના મહામારીને ધ્યાને લઇ AMCનો મહત્વનો નિર્ણય
- કાંકરિયા કાર્નિવલના 5 દિવસીય આયોજનમાં લાખો લોકો થતા હતા એકઠા
અમદાવાદ: શહેરમાં કાંકરિયાનું નામ આવતા જ કાર્નિવલની યાદ આવી જાય છે, પરંતુ એક વર્ષથી અમદાવાદ અને ગુજરાત રાજ્યના નાગરિક કોરોનાના કારણે ઘરમાં કંટાળીને બેઠા હતા. જેઓ માટે મન પ્રફુલ્લિત કરવા માટે થઈ કાંકરિયા કાર્નિવલની રાહ જોતા હતા, પરંતુ કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનને ધ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન નહિ કરવાનો નિર્ણય (Take Decision Of not to organize Kankaria Carnival) લેવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા બાદ ફરી કોરોના વકરે, તેને ધ્યાને લઇ. હાલ AMC (Ahmedabad Municipal Corporation) કોઈ પણ બેદરકારી રાખવા માંગી રહ્યું નથી..
કોરોના જેવો ઘાતક પુરવાર થયેલો વાઇરસ ફરી ફૂંફાડા મારી રહ્યો છે
જોકે કોરોના મહામારીની પહેલાની વાત જુદી હતી. તે વખતે લોકોની ભીડભાડથી લેશમાત્ર ચિંતાનું કારણ નહોતું ફક્ત કાંકરિયા કાર્નિવલમાં લાખો સહેલાણીઓએ ખિસ્સાકાતરુઓથી સાચવવું પડતું હતું. તેમજ નાનાં ભૂલકાં માતા પિતા, પરિવારથી છૂટાં ન પડી જાય તે જોવું પડતું હતું. જોકે હવે કોરોના જેવો ઘાતક પુરવાર થયેલો વાઇરસ ફરી ફૂંફાડા મારી રહ્યો હોઈ,તેવામાં તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલને મોકૂફ રાખવાનો નિર્ણય લોવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો લોકોએ ભાન ભૂલીને ઊજવ્યા હતા. તેના કારણે સ્વાભાવિકપણે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે આ નવા કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે, જ્યારે અત્યારે સમગ્ર વિશ્વ અને ભારત સમક્ષ કોરોના વાઇરસના વધુ ઘાતક એવા ઓમિક્રોનનો ભારે ફફડાટ ફેલાયો છે.