અમદાવાદના કાંકરિયા કાર્નિવલના પોલીસ બંદોબસ્તની સંપૂર્ણ વિગત, ફક્ત એક ક્લિકમાં... - કાર્નિવલ
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા ખાતે કાર્નિવલ યોજવવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓને પણ કોર્પોરેશન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ આ મામલે સુરક્ષા અને સલામતીને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં કેવો હશે પોલીસ બંદોબસ્ત જાણો
મણીનગર વિસ્તારમાં આવેલ કાંકરીયામાં દર વર્ષની જેમ આ વર્ષે જૂના વર્ષના અંતે વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી 31 ડીસેમ્બર સુધી આયોજિત કાર્નિવલમાં રાજ્ય તથા શહેરના વિવિધ મહેમાનો,વિદેશથી આવેલા મહેમાનો પણ ભાગ લેવાના છે, ત્યારે તમામની સુરક્ષા તથા નાગરિકોની સલામતી માટે અમદાવાદ પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો છે.