અમદાવાદ:સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022ની તૈયારીઓ(Kankaria Carnival 2022)શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ આયોજન કરવામાં આવ્યું છે.(Kankaria Carnival 2022 organized after corona) નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ સુધી તમામ લોકોને કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશ મફત આપવામાં આવશે.(Kankaria Carnival 2022 in ahmedabad)
"આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ: 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. (carnival will be inaugurated by the CM bhupendra patel) ત્યારે "આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાશે. 31 ડિસેમ્બરે એટલે કે છેલ્લા દિવસે "એક ભારત શ્રેષ્ઠ ભારત" થીમ પર 15 રાજ્યોના કલાકારો પરફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય ગેટ પર ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં મ્યુનિસિપલ સ્કૂલોનાં અને ખાનગી સ્કૂલોનાં બાળકો દ્વારા તેમજ વિવિધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાર્નિવલમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે.
આ પણ વાંચો- સરદાર પટેલ પુણ્યતિથિ: 'ભારતના આયર્ન મેન' તરીકે ઓળખાતા સરદાર પટેલની કેટલી અજાણી વાતો