ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દેતા 31મી જુલાઈના રોજ તમામ 6 આરોપીઓ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. હાલ કાંકરિયા એન્ડવેન્ચર પાર્કના સંચાલક ઘનશ્યામ પટેલ, તુષાર ચોક્સી સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી બાકી છે જે અગામી દિવસોમાં હાથ ધરાશે.
અગાઉ સેશન્સ કોર્ટમાં જસ્ટીસ વી.જે. કાલોતરાની કોર્ટમાં સરકારી સુધીર બ્રહ્મભટ્ટે રજુઆત કરી હતી કે, સંચાલક ઘનશ્યામ પટેલે પાસે કોઈ ડિગ્રી નથી અને SOPના નિયમ વિરૂદ્ધ એસેમ્બલ કરીને રાઈડ્સ બનાવવામાં આવી હતી. મેનેજર તુષાર ચોક્સી અને યશ વિકાસ ઉર્ફે લાલાએ રાઈડનું સંચાલન કરવા બાબતે કોઈ જ પ્રકારની ટ્રેનિંગ લીધી ન હતી, જેથી આરોપીઓની બેદરકારીને લીધે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. સાથે જ આરોપી લાલાએ એન્જીનિયરની પોઝિશન પર કાર્યરત હતો તેણે એન્જીનિયરિંગની કોઈ ડિગ્રી મેળવી નથી. FSL રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિસ્કવરી રાઈડની પાઈપ પણ કાટી ગઈ હકી જે સપષ્ટતા આપે છે કે, તેનું રેગ્યુલર મોનિટરિંગ થતું નથી.