અમદાવાદઃ તાજેતરમાં કંગના રાનૌતે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ બાબતે ગુજરાત NCPના પ્રમુખ જયંત પટેલે નિવેદન આપતાં જણાવ્યું છે કે, કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીની કતપુતળી છે. ભારતીય જનતા પાર્ટી એટલી નબળી થઇ ગઈ છે કે, સામાન્ય ફિલ્મ સ્ટારને મોહરા બનાવી સુશાંત સિંહના કેસમાં કાઉન્ટર કરી મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું કામ કરી રહી છે. ત્યારે હું ચોક્કસપણે ચેતવણી આપું છું કે, બોલિવૂડના સ્ટાર્સ રાજકારણમાં પડે નહીં નહીતર તમે જ ફેંકાઈ જશો. બાકી કંગના રાનૌતે તેનું પરિણામ તો ભોગવવું જ પડશે. ત્યારે કંગના રાનૌતને લઈને અમે વિરોધ કરીશું ત્યારે તેમના નિવેદનને પણ હાલ અમે વખોડી રહ્યા છે.
NCP પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે અમે કલાકારોને વિનંતી કરી રહ્યા છે કે, કોઈપણ રાજકીય પક્ષનો હાથો ન બનવું જોઈએ. હાલ જે રીતે કલાકારો રાજકીય પક્ષનો હાથો બની રહ્યા છે, તેનાથી દૂર રહેવું જોઈએ. જો કે, સુશાંતસિંહ આત્મહત્યા કરી છે, તેની પાછળનું કારણ CBI અને તપાસ એજન્સી શોધી લેશે. હાલ દેશમાં હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે, તેની ચિંતા ભારતીય જનતા પાર્ટી કરે તો વધારે સારું રહેશે. જો કે, ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોમાં કોઈ રસ જોવા મળી રહ્યો નથી. તેના કારણે જ હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ
'ક્વિન'ને Y શ્રેણીની સુરક્ષા, કગંનાએ અમિત શાહનો માન્યો આભાર
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાઇ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવાને લઇનેન સ્વીકૃતિ આપી છે. કંગના રનૌતે તેના પર કહ્યું કે, દેશભક્તિનો અવાજ ફાસીવાદીને કચડી નાખશે નહીં.
7 સપ્ટેમ્બર :રાઉતના નિવેદન પર કંગનાનો વળતો જવાબ, કહ્યું- દેશમાં કોઇ પણ જગ્યાએ જવાની આઝાદી
મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે માફી માગવાથી ઇન્કાર કરી દીધું છે. શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, કંગનાને મહારાષ્ટ્રથી માફી માગવી જોઇએ. જે બાદ કંગનાએ ટ્વિટ કરીને સંજય રાઉતને વળતો જવાબ આપ્યો હતો. "સંજય જી, મને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મને મારા દેશમાં ક્યાંય પણ જવાની સ્વતંત્રતા છે. હું આઝાદ છું."