બંને આરોપી રાજસ્થાન બોર્ડરથી પાકિસ્તાન જવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, વાઘા બોર્ડરથી 285 KM દુર બંનેના લોકેશન મળ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે બંને આરોપીઓ પર અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ગુજરાત ATSએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
કમલેશ તિવારી હત્યા કેસ: ગુજરાત ATSએ બે આરોપીઓની ધરપકડ કરી - કમલેશ તિવારી હત્યા કેસ
અમદાવાદ: કમલેશ તિવારી હત્યાકેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કમલેશ તિવારી હત્યા કેસના મુખ્ય આરોપી અશફાખ હુસૈન અને પઠાણ મોઈનુદ્દીન અહેમદ ઉર્ફે ફરીદની ધરપકડ કરી છે.
કમલેશ તિવારી હત્યા કેસ: ગુજરાત ATSએ બે આરોપીઓની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના નાકા હિંડોળા વિસ્તારમાં 18 ઓક્ટોબર શુક્રવારે હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નેતા કમલેશ તિવારીની ગોળી મારીને હત્યા થઈ હતી. પોલીસે ગુજરાતના સુરતમાંથી અગાઉ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
Last Updated : Oct 23, 2019, 7:34 AM IST