અમદાવાદમાં કામખ્યા એક્સપ્રેસે લોકોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો - smit chauhan
અમદાવાદ: લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ભારતીય રેલવે દ્વારા લોકોને મતદાન પ્રક્રિયામાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગૃતિ સંદેશ સાથે કામખ્યા એક્સપ્રેસ શનિવાર 9 કલાકે અમદાવાદ રેલ્વે સ્ટેશન આવી પહોંચી હતી. જ્યાં મતદાન જાગૃતિ અંગે લોકોને સચેત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી તથા જિલ્લા કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોકોને ચૂંટણી માટે સજાગ કરવા અને મત આપવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ આ ટ્રેન ના દરેક કોચ પર મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો અને સૂત્રો તથા ફોટો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કામખ્યા એક્સપ્રેસ ટ્રેનના સ્વાગત માટે પોલીસ દ્વારા બેન્ડ બાજા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કલેકટર અને મુખ્ય નિર્વાચન અધિકારીના હસ્તે ગ્રીન સિગ્નલ બતાવી આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
આ તકે ચૂંટણી અધિકારીઓ, પોલીસ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનમાં હાજર તમામ લોકોની સાથે કલેકટર તથા નિર્વાચન અધિકારીએ વાતચીત કરી વોટ આપવાની અપીલ પણ કરી હતી. સાથે સાથે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર VVPAT મશીન પણ રાખવામાં આવ્યું હતું તેના દ્વારા લોકોને કઈ રીતે વોટીંગ કરવુંતે અંગે જાણ કરવામાં આવી હતી.