અમદાવાદ: કોરોનાવાઇરસ ફેલાતો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પગલાં ભરી રહ્યું છે. આ પગલાં અંતર્ગત કાલુપુર શાકમાર્કેટને છૂટક ગ્રાહકો માટે બંધ કર્યું છે. કાલુપુર શાકમાર્કેટ અમદાવાદનું સતત ધમધમતું માર્કેટ છે. અત્યારે કોરોનાવાઇરસના કારણે શહેરના લોકોનું ધ્યાન રાખવું તે કોર્પોરેશનની ફરજ બને છે. એટલે જ ભીડભાડવાળી જગ્યાઓ તેઓ ખાલી કરાવે છે. જેથી આ વાઇરસના ફેલાવાને અટકાવી શકાય.
અમદાવાદનું કાલુપુર શાક માર્કેટ છૂટક ગ્રાહકો માટે બંધ - અમદાવાદ
કોરોના લૉક ડાઉનની સ્થિતિમાં જીવનજરુરી ચીજવસ્તુઓ લેવા માટે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યાં છે. જેમાં દૂધ અને શાકભાજી-કરિયાણાંની ખરીદી સૌથી વધુ છે, ત્યારે કાલુપુર શાક માર્કેટ જેવા વિશાળ બજારને રીટેઇલ ગ્રાહક માટે બંધ કરવામાં આવ્યું છે. જેનાથી ભીડ ટાળી શકવાનો આશાવાદ છે.
કાલુપુર શાક માર્કેટ છૂટક ગ્રાહકો માટે બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર માર્કેટને છૂટક ગ્રાહકો માટે બંધ કરવામાં આવ્યું છે. જેથી ભીડ થતી અટકે. હવે ફક્ત જથ્થાબંધ વેપારીઓ જ અહીંથી માલ ખરીદીને પોતાના વિસ્તારમાં વેચી શકશે. જથ્થાબંધ વેપારીઓ કાલુપુર માર્કેટમાંથી માલ ખરીદીને તેને અમદાવાદના જુદા જુદા વિસ્તારના છૂટક વેપારીઓને વેચશે. જેથી શહેરમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.