શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના 2 નંબરના પ્લેટ ફોર્મ પર બોમ્બ મુકયાનો ફોન અજાણ્યા નંબર પરથી કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેને પગલે રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, SOG ક્રાઈમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 2 નંબરના પ્લેટફોર્મ પર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મળ્યાનો મેસેજ મળતા પોલીસમાં દોડધામ - kalupur railway station
અમદાવાદ: શહેરમાં પોલીસને ફેક કોલ મળવાનો સિલસીલો યથાવત છે. અમદાવાદ પોલીસના કંટ્રોલરૂમમાં વધુ ફેક કોલ આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મળવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ હતી. તેમજ પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ ચેકીંગ શરૂ કર્યું હતું, પરંતુ પોલીસને કંઈ મળ્યું નહતું માટે ફેક કોલ સાબિત થયો છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.
![અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ મળ્યાનો મેસેજ મળતા પોલીસમાં દોડધામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4081310-thumbnail-3x2-police.jpg)
etv bharat ahmedabad
કાલુપુર રેલવે સ્ટેશન પર બૉમ્બ મળ્યાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ
ચેકીંગ દરમિયાન કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પહેલા પણ પોલીસને આ પ્રકારે ફેક કોલ મળી ચુક્યા છે. માટે પોલીસે આ મામલે ફોન નંબરના આધારે ફોન કરનારની શોધખોળ હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.