અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસને લઈને જે રીતે મહામારી સર્જાઈ છે. તેને લઈ અમદાવાદ શહેર અને ખાસ કરીને ગુજરાતને lockdown કરી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના તમામ રોડ રસ્તા પર પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદનું રતનપોળ બજાર અને કાલુપુર માર્કેટને પોલીસે લોક ડાઉનના ભાગ રૂપે બંધ કરાવ્યું હતું. જેમાં ક્યાંક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
કાલુપુર અને રતનપોળ બજાર સજ્જડ બંધ, પોલીસે દુકાનો કરાવી બંધ - અમદાવાદ પોલિસ
કોરોના વાઈરસના ફેલાવાને વધતો અટકાવવા જન-જનનો સંપર્ક ખાળવાની તાતી જરુરિયાત છે, ત્યારે બજારો પણ સંપૂર્ણ બંધ રહે તે માટે અમદાવાદ પોલીસે કમર કસી છે. અમદાવાદના કાલુપુર અને રતનપોળ જેવા અતિવ્યસ્ત બજારો પોલીસે બંધ કરાવ્યાં છે.

કાલુપુર અને રતનપોળ બજાર સજ્જડ બંધ, પોલીસે દુકાનો કરાવી બંધ
કાલુપુર અને રતનપોળ બજાર સજ્જડ બંધ, પોલીસે દુકાનો કરાવી બંધ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વધુ 11 કેસો કોરોના પોઝિટિવના બહાર આવ્યાં છે અને વધુ બહાર આવે તેવી શક્યતા છે, ત્યારે તમામ પ્રકારની અવરજવર કે જ્યાં લોકસંપર્ક વધુ પ્રમાણમાં છે. તેને ખાળવા પ્રશાસન સચેત બન્યું છે. ક્યાંકને ક્યાંક લોકો કોરોના વાઈરસના ફેલાવાની ગંભીરતાને હળવાશથી લેતાં હોવાના કારણે વ્યસ્તતા જોવા મળી રહી છે. ત્યાં પોલીસ સખ્તીથી કાર્ય કરશે તેવો સ્પષ્ટ સંદેશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો છે.