આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેક્નોલોજીની પાછળ ગાંડા થઈ અને કોંક્રિટના જંગલો ઊભો કરી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ પણ એટલું જ વધી રહ્યું છે. જેના કારણે ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. જે વિશ્વની એક મોટી સમસ્યા બની છે.
અમદાવાદમાં પોલીસ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોની સેવા કરીને આપ્યો અનોખો સંદેશ - world enviroment day
અમદાવાદઃ પોલીસ પ્રજાલક્ષી કાર્ય કરવામાં હંમેશા મોખરે રહી છે. જેમા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ, તે સિવાય મિનરલ વોટરની સેવા, લીંબુ શરબત, ઠંડી છાશ અને પાણીની સેવા પણ કરે છે. આ સેવા બધા માટે એક ઉદાહરણ રુપ તરીકે છે.
ત્યારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસના કાર્ય તેમજ ઈદના બંદોબસ્તના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 151 વૃક્ષ વાવવામાં આવ્યા હતા. જે મે. રેન્જ આઈ જી એ.કે.જાડેજા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી. અસારી સાહેબ તથા સાણંદ ડિવિઝનના ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવેકાનંદનગર PSI આર.બી.રાણા, એસ.વી.બારીયા તથા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ દ્વારા 151 વૃક્ષનું વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી સાથે તમામ વૃક્ષોને યોગ્ય ઉછેર કરવા માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ના 51 પોલીસ કર્મચારીએ વ્યક્તિ દીઠ 3 વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી લઇને સરાહનીય કાર્ય કર્યું છે. લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પણ કહી શકાય તેમજ વિવેકા નગર પોલીસ સ્ટેશન માત્ર કાયદાકીય કાર્યવાહી નહીં પરંતુ જનજાગૃતિ તેમજ પ્રજાલક્ષી કાર્ય કરવામાં હંમેશાં મોખરે રહી છે. જેમાં હાલમાં હથીજણ રિંગ રોડ સર્કલ પર છેલ્લા 3 મહિનાથી મિનરલ વોટરની સેવા તેમજ ડાકોર પદયાત્રા વખતે લીંબુ શરબત ઠંડી છાશ અને પાણીની સેવા પણ કરવામાં આવે છે.