ગુજરાત

gujarat

ETV Bharat / state

દીવાળી પર્વમાં શું છે કાળી ચૌદશનું મહત્વ... જાણો આ વિશેષ અહેવાલમાં - કાળી ચૌદશ

ન્યૂઝ ડેસ્કઃ દિવાળીના એક દિવસ પહેલાં એટલે આજે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરશે તથા સુરાપુરા દાદાને નૈવેધ કરશે. આજે વ્યાપાર ધંધાની મશીનરીનું પૂજન કરશે. કહેવાય છે કે, આજના દિવસે પૂજા કરવાથી કામ કયારેય અટકતુ નથી. આમ, દિવાળી પર્વમાં અગ્યિારસથી લઈને કાળી ચોદશ સુધી દરેક દિવસની વિશેષ કરવામાં આવે છે. જેની પોતાની અગલ માન્યતા અને વિશેષતા છે. તો આજે આપણે કાળી ચૌદશના તેના મહત્વ અને પૂજા વિશે જાણીશું.

કાળીચૌદશ

By

Published : Oct 26, 2019, 6:54 AM IST

Updated : Oct 26, 2019, 9:16 AM IST

આજે કાળીચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દારૂણરાત્રી આમ ચારેય રાત્રીના નામ કાળીચૌદશ મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત, આમ કાળી ચૌદશ વર્ષની મહારાત્રી તરીખે ગણાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરે છે. કાળી ચૌદશના દિવસે સુરાપુરાને નૈવૈધ પણ ધરાવામાં આવે છે. અને સાંજના સમયે પ્રતિક સ્વરૂપે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા મૂકવામા આવે છે. આમ આવી રીતે ઘરમાંથી અશાંતિ દૂર થાય છે.

કાળી ચૌદશએ માતાજી મહાકાલી પૂજાનો દિવસ છે. આમ માતાજીની પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવે છે ઘરમાં રહેલાં બધા જ આશુરી તત્વો દૂર થાય અને જીવનમાં શાંતીનીપ્રાપ્તિ થાય. તેમજ વ્યાપાર ધંધામાં રહેલ મશીનરીનું પૂજન કરવું મશીનરીને ચાંદલો ચોખા કરી રક્ષા કંકળ બાંધવું જેથી મશીનરી કોઈ દિવસ અટકતી નથી. તેમજ ઘરની બહાર દરવાજા પાસે ૧૪ દિવા પ્રગટાવી અને 14 યમના નામ લેવાથી ઘરના સભ્યોને અકાળમૃત્યુ અથવા આકસ્મિક મૃત્યુનોભય રહેતો ન હોવાની લોકમાન્યતા છે.

સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, તેને નાની દિવાળી પણ કહેવાય છે. આ પૂજા, દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા મુજબ, નરકાસૂર નામના દૈત્યએ 16,108 કન્યાઓને બંદી બનાવી હતી. તેનાથી મુક્તિ મેળવવા માટે કૃષ્ણ ભગવાને નરકાસૂરનો વધ આ જ ચતુર્દશીના દિવસે કર્યો હતો. આ કન્યાઓને સમાજ ચારિત્ર્યહીન ગણી સ્વીકારશે નહીં તેની ચિંતાને કારણે સત્યભામાના સહયોગથી કૃષ્ણ ભગવાને તમામ સાથે વિવાહ કર્યા હતા, એટલે જ કૃષ્ણ ભગવાનની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે સૂર્યોદયથી પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરવાથી યમલોકના દર્શન કરવા પડતા નથી એવું માનવામાં આવે છે.

કાળી ચૌદશ પૂજાનું મૂહર્ત

ઘરમાંથી કંકાસ-કકળાટ કાઢી ચકલે મૂકવો, દુકાન, નોકરી, વ્યાપાર કે ધંધાની જગ્યાની, આવકના સાધનોની કે બેઠકની શુદ્ધિ માટે લીંબુ, બજરબટ્ટુ જેવી વસ્તુ ઓવારી ચકલે મૂકી નકારાત્મક ઊર્જા દૂર કરી સબળ સકારાત્મકતા ગ્રહણ કરવાનો ખાસ અવસર છે. તે માટે શિવરાત્રિયુક્ત શુદ્ધ સમય સવારે 7:37થી 8:34,10:28થી બપોરે 1:20, સાંજે 4:05 થી રાત્રિએ 8:11, 9:14થી 10:17 સુધી છે. આ સિવાય અભિજીત મૂહર્ત બપોરે 11:59 થી 12: 45 વાગ્યા સુધીનો છે.

આમ, કાળી ચૌદશ પૂજા કરીને નકારત્મક શક્તિઓનો નાશ કરી સકારાત્મકતા તરફ વળવાનો ઉદ્દેશ ઉજવવામાં આવે છે.

Last Updated : Oct 26, 2019, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details