પાટીદાર સમાજના અગ્રણી ગણાતા સી. કે. પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે પાટીદાર સમાજના અગ્રણી નેતાઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પોલીસ કેસ થયા હતા, તેમાંથી કેટલાનો નિકાલ થઈ ગયો છે તથા કેટલા બાકી છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંદોલન દરમિયાન સમાજના જે યુવકોએ જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારમાંથી કોઈને નોકરી આપવાની વાત પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
અમિત શાહ અને પાટીદાર આગેવાનો સાથે મળેલી બેઠક અંગે સી. કે. પટેલે કરી ચોખવટ - bjp
અમદાવાદ: ભાજપના પ્રમુખ અમિત શાહ શુક્રવારે અમદાવાદની મુલાકાતે હતા. જે દરમિયાન તેમણે પાટીદાર સમાજના અગ્રણી સી. કે. પટેલ સહિત અન્ય પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. લોકસભાની ચૂંટણી સંદર્ભે આ બેઠક યોજાઇ હોય તેવી લોકોને શંકા હતી. સી. કે. પટેલે બેઠક અંગે ચોખવટ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના આંદોલન દરમિયાનના પ્રશ્નો પર ચર્ચા થઈ હતી, જેમાં સરકારનો સકારાત્મક અભિગમ રહ્યો હતો.
સ્પોટ ફોટો
સી. કે. પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં સરકારનો સકારાત્મક અભિગમ હતો. બેઠકમાં ખેડૂતો અંગે પણ સરકાર સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી. જેને અનામત નથી મળી તેવા બિનઅનામત લક્ષી ગરીબોને લાભ મળે તે અંગે પણ વાત કરવામાં આવી હતી. બેઠક રૂટિન જ હતી અને પાટીદારો સરકારથી નારાજ નથી, લોકસભા ચૂંટણીમાં પાટીદાર સમાજ સરકારની સાથે જ છે, તેવું પટેલે જણાવ્યું હતું.